ઝી બ્યુરો/અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં બરાબરનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટીએ એક-બીજાના ઉમેદવારોને તોડવાનું કામ શરૂ કરી દીધું છે. પરંતુ આ બધી વાતોમાં ભારતીય જનતા પાર્ટીમાં અનેક કોંગી નેતાઓ-કાર્યકરો અને ધારાસભ્ય જોડાયા છે. ત્યારે ફરી એકવાર રાજનીતિને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડીયા વિશે વહેતી થયેલી અટકળો બાદ તેમણે જાતે જ સોશિયલ મીડિયા પર મોટો ખુલાસો કર્યો હતો. જો કે, વાત આટલાથી નહોતી અને આપ નેતા ગોપાલ ઈટાલિયાએ મોઢવાડિયાની ટ્વીટને રીટ્વીટ કરીને AAPમાં જોડાવવાની ઓફર આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલનો વધુ એક મોટો ધડાકો! ધડાધડ જાહેર કરી તારીખો, ગુજરાતમાં આવશે આ મોટું સંક્ટ


ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસ નેતાને ઓફર આપતા રાજકારણ ગરમાયું છે. જી હા...હાલમાં અર્જુન મોઢવાડીયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ કોંગ્રેસ છોડવાના નથી. એટલે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. પરંતુ ગોપાલ ઈટાલિયાએ તકનો લાભ લઈ અર્જુન મોઢવાડીને જાહેરમાં આપમાં જોડાવાની ઓફર આપી દીધી હતી. 


ગુજરાતના રાજનીતિમાં ગરમાવો; અર્જુન મોઢવાડીયા અને ગુલાબસિંહ ચૌહાણે કર્યો મોટો ખુલાસો


શા માટે કચ્છના 21 ટાપુ પર પ્રવેશબંધી કરાઈ? વાંચી લો આ જાહેરનામું, આવા છે મોટા અપડેટ


નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂર બહારમાં ખીલેલી જોવા મળી રહી છે. આવનારા સમયમાં કોંગ્રેસની કેવી સ્થિતિ નિર્માણ પામે છે તે જોવું રહ્યું. કારણ કે, રાજકારણમાં સ્થિતિ ક્યારે બદલાઈ જાય તે કહી ન શકાય.


દેશ રામના રંગમાં રંગાયો હતો ત્યારે...18 જાન્યુઆરી 2024નો એ ગોજારો દિવસ કોણ ભૂલી શકે?