ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં આવેલા કબીર આશ્રમના મહંત કૃપાલ શરણ સ્વામીના અપહરણની અરજી કરવામાં આવી હતી. એક જમીન વિવાદને કારણે તેમનું અપહરણ થવાની વાત સામે આવી હતી. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં આ મહંતને શોધી કાઢ્યા છે. સાંજે પાંચ કલાક આસપાસ આ મહંતનું અપહરણ થવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના
ઘુમામાં કબીર આશ્રમ આવેલુ છે. કૃપાલ શરણ સ્વામી તેના મહંત છે. ત્યાં કોઈ જમીન વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને આજે મહંતનું અપહરણ કરી લેવાની વાત સામે આવી હતી. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, અજાણ્યા શખ્સો દ્વારા મહંતનું અપહરણ કરવામાં આવ્યું છે. 


આ પણ વાંચોઃ 91 વર્ષના મધુકરભાઈએ યુવાનો જેવા જુસ્સા સાથે 17 દિવસમાં કોરોનાને હરાવ્યો  


પોલીસની ઝડપી કામગીરી
મહંતના અપહરણની વાત વહેતી થતા બોપલ પોલીસ સ્ટેશનમાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ બોપલ પોલીસ, એલસીબી અને એસઓજીએ મહંતને શોધવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને તેમાં સફળતા મળી અને થોડા કલાકોમાં મહંત મળી આવ્યા હતા. હાલ પોલીસ સ્ટેશનમાં મહંતની પૂછપરછ કરવામાં આવી રહી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube