ઝી બ્યુરો/છોટાઉદેપુર: છોટાઉદેપરના અંતરયાર્ડ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટટેશનને લઈને વિદ્યાર્થીઓને અને અંતરયાર્ડ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આવો જ એક વીડિયો પાવી જેતપુરના કુંડલ ગામેથી પાવી જેતપુર આવતી બસમાં 35 સીટની બસમાં 115 જેટલા મુસાફરો ભરેલ હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેને લઈને ઝી 24 કલાકની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ST કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થું અને એરિયર્સની જાહેરાત


છોટાઉદેપર જિલ્લો એ અંતરયાર્ડ અને આદિવાસી બહુલય ધરાવે છે. જેને લઈને ગામડાઓમાં ટ્રાસ્પોર્ટની અપૂરતી સુવિધાને કારણે વિદ્યાર્થીઓને અને વિસ્તરણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. છોટાઉદેપરથી ધારસિમેલ થઈને કુંડલ પાવી જેતપુર મીની બસમાં 35 સીટની કેપેસિટીમાં 115 જેટલા વિદ્યાર્થીઓ અને લોકો બેઠા હોવાનો વીડિયો સામે આવ્યો હતો અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જેને લઈને ઝી 24 કલાકની ટિમ દ્વારા બસમાં રિયાલિટી ચેક કરતા કુંડલ ગામે બસ પહોંચતા બસની સીટ ફૂલ થઈ ગઈ હતી અને ત્યાર પછીના વિદ્યાર્થીઓ અને મુસાફરોને ઉભા ઉભા આવનો વારો આવ્યો હતો. 


પદ્મિનીબા વાળા ફરી ભડક્યાં! ક્ષત્રિય સમાજના સંમેલનમાં સન્માન ન જળવાતા કર્યો હોબાળો


મોટે ભાગે બસમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોય છે જે તમામ વિદ્યાર્થીઓ પાવી જેતપુર કોલેજ અને શાળાએ અભિયાસ કરવા માટે આવે છે. જો બસ એક દિવસ ન આવે તો વિદ્યાર્થીઓને 5 6 કિલોમીટર ચાલવું પણ પડતું હોય છે. આજે રિયાલિટી ચેક કરતા બસમાં 65 મુસાફરો જોવા મળ્યા હતા. બસ 1 કલાક લેટ આવના કારણે આજે મુસાફરો ઓછા હોવાનું સ્થાનોકો જણાવી રહ્યા હતા. દરરોજ બસમાં 100થી વધુ મુસાફરો હોય છે, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 


4 દિવસ બાદ મિથુનમાં બનશે મહાલક્ષ્મી યોગ, આ રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ


કુંડલ ગામનો રોડ સાંકડો હોવાને કારણે મોટી બસ આવી શકે તેમ નથી જેને લઈને મીની બસ આવે છે અને સવારના સમયમાં એક જ બસ હોય જેને કારણે વિદ્યાર્થીઓ અને લોકો આજ બસમાં આવતા હોય છે. જેને લઈને બસમાં ભારે ભીડ જોવા મળે છે. જો બસ ન આવે કાતો ફૂલ થઈ જાય તો વિદ્યાર્થીઓને 50 રૂપિયા જવા માટે ભાડું ખરચવું પડે છે એટલે આવવા જવા માટે 100 જેટલુ ભાડું ખર્ચવું પડે છે. હાલ તો વિસ્તરણ લોકો એક કલાક બાદ બીજી એક મીની બસ આવે તો લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો ન આવે અને લોકો હાલ બીજી બસની માગણી કરી રહ્યા છે.