4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશે


જ્યોતિષ શાસ્ત્ર મુજબ જલદી મંગળ અને ચંદ્રમા યુતિ કરીને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે. આવામાં કેટલાક રાશિના જાતકોને શોહરત અને પૈસા મળી શકે છે. 

1/6
image

જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમા એકમાત્ર ગ્રહ છે જે સૌથી ઝડપથી રાશિ પરિવર્તન કરે છે. તેઓ એક રાશિમાં લગભગ અઢી દિવસ સુધી રહે છે. આવામાં તેમની દરેક અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી રહે છે. ચંદ્રમાને માતા, મન, મનોબળ, સ્વભાવ, કળા, રચનાત્મકતા વગેરેના કારક ગણવામાં આવે છે. આવામાં ચંદ્રમાની સ્થિતિમાં ફેરફારની અસર દરેક રાશિના ગ્રહ પર થાય છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચંદ્રમાની મંગળ સાથે યુતિ થઈ રહી છે. જેનાથી મહાલક્ષ્મી નામના રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ રાજયોગ  ખુબ શુભ મનાય છે. આ રાજયોગના બનવાથી જાતકોને માન પ્રતિષ્ઠા, ધન સંપત્તિ, યશ વૈભવ, ઐશ્વર્ય વગેરેની પ્રાપ્તિ થઈ શકે છે. જાણો મિથુન રાશિમાં ચંદ્રમા અને મંગળની યુતિથી બનનાર મહાલક્ષ્મી યોગ કઈ રાશિને કરાવશે બંપર લાભ....

2/6
image

વૈદિક પંચાંગ મુજબ હાલ ગ્રહોના સેનાપતિ મંગળ મિથુન રાશિમાં બિરાજમાન છે અને તે 20 ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેશે. આ સાથે ચંદ્રમાની વાત કરીએ તો 24 સપ્ટેમ્બના રોજ સવારે 9.55 મિનિટ પર મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 26 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે. 

ધનુ રાશિ

3/6
image

ધનુ રાશિના જાતકો માટે મહાલક્ષ્મી રાજયોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. લાંબા  સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. આધ્યાત્મ તરફ ઝૂકાવ રહેશે. આ સાથે જ ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને વિશેષ  લાભ મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળી શકે છે. જે લોકો વિદેશમાં એજ્યુકેશનના સપના જુએ છે તેમને પણ સફળતા મળી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબધ સ્થપાઈ શકે છે. તમારા  કામને જોતા કોઈ મોટી જવાબદારી સોંપવામાં  આવી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે જેનાથી તમે અનેક કામોમાં સફળતા મેળવી શકો છો.   

મેષ રાશિ

4/6
image

મેષ રાશિના જાતકો માટે મહાલક્ષ્મી યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને અપ્રત્યાશિત ધનલાભ થઈ શકે છે. કરિયરમાં પણ સારો એવો ફાયદો થઈ શકે છે. તમારા દ્વારા થઈ રહેલા પ્રયત્નોથી તમને ઉચ્ચે પ્રગતિ થઈ શકે છે. વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. પરંતુ પાર્ટનરશીપમાં કરાયેલા વેપારમાં થોડી પરેશાની થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. તમે કોઈ ટ્રિપનું પ્લાનિંગ કરી શકો છો.   

કુંભ રાશિ

5/6
image

આ રાશિમાં મહાલક્ષ્મી યોગ પંચમ  ભાવમાં બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકો ઉપર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહી શકે છે. આવામાં આ રાશિના જાતકોને પરિવારની સાથે સાથે સૌભાગ્યની પણ વૃદ્ધિ થશે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધુ રહેશે. કરિયરના ક્ષેત્રમાં તમને ઉચ્ચ પદની સાથે પગારમાં વધારો મળી શકે છે. વેપારમાં પણ તમને સારો એવો નફો થઈ શકે છે. ભાગીદારીમાં કરાયેલા વેપારથી તમને ખુબ લાભ મળી શકે છે. આયાત નિકાસના વેપારમાં પણ ખુબ ફાયદો થઈ શકે છે. પૈતૃક સંપત્તિ મળવાના યોગ છે. સ્વાસ્થ્ય સારું રહેશે.   

Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.