• ગટરના ઢાંકણ પર સૂતા મજૂરો પર રાત્રિના સમયે કાળમુખી ડમ્પર ફરી વળ્યો 

  • તમામ મજૂરો રાજસ્થાનના હતા, પણ મોતનો આંક હજી વધવાની શક્યતા 


કિરણસિંહ ગોહિલ/સુરત :સુરત માટે મંગળનો દિવસ અમંગળ બનીને આવ્યો છે. સુરતમાં ફરી એકવાર ગોઝારો અકસ્માત (accident) સર્જાયો છે. જેમાં આખો દિવસ કામ કરીને થાકેલા મજૂરો પર કાળમુખી ડમ્પર ફરી વળ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટના કમકમાટી લાવે તેવી છે. આખો દિવસ મજુરી કરી રાત્રે કીમ-માંડવી સ્ટેટ હાઈવેને અડીને આવેલી ગટર પર મીઠી નિંદર માળી રહેલા શ્રમિકો (rajasthani migrants) પર ડમ્પર ફરી વળતા 15 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે, કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાકીને સૂતા મજૂરો પર ડમ્પર ફરી વળ્યું 
આજના મંગળવારના દિવસે સુરત જિલ્લા માટે અમંગળ કહી શકાય તેવી ગોઝારી ઘટના બની છે. કીમ ચાર રસ્તા નજીક રોડની બાજુમાં આવેલી ગટર પર સુતેલા પરપ્રાંતિય શ્રમિકો પર ડમ્પર ચડી જતા 13 જેટલા શ્રમિકોના કરુણ મોત નિપજ્યા હતા. શ્રમિકોના મૃતદેહોને દ્રશ્યો હૃદયને કંપારી છૂટી જાય એવા હતા. ડમ્પર કીમ નેશનલ હાઇવે પરથી માંડવી તરફ જઈ રહ્યું હતું ત્યારે સામેથી શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે ભટકાતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારે ડેમ્બર રોડની બાજુમાં આવેલી ગટર પર ચડી જઇ મીઠી નીંદર માણી રહેલા 21 શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું. આ ઘટનામાં 15 જેટલા શ્રમજીવીઓના કરૂણ મોત નિપજ્યા છે. તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના કુશલગઢના રહેવાસી છે. મોત ક્યાં કોઈને આવી જાય તેની કોઈને ખબર નથી પડતી, શ્રમજીવી પરિવાર મહેનત મજૂરી કરી થાકી આવીને સૂતા હતા. પંરતુ તેમને ખબર ન હતી કે, આવનારી સવારે તેમની આંખ જ નહીં ખૂલે. હાલ હજુ પણ કેટલાક શ્રમજીવીઓ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને મોતનો આંકડો હજી વધવાની આશંકાઓ સેવાઇ રહી છે.


આ પણ વાંચો : માતેલા સાંઢની જેમ આવેલું ડમ્પર 15 મજૂરો પર ફરી વળ્યું, રુંવાડા ઉભા કરી દેવા અકસ્માતનો દ્રશ્યો



એક બાળકનું મોત, પણ બે બાળકીઓ બચી ગઈ 
આ અકસ્માત વિશે સુરત ગ્રામ્યના ડીવાયએસપી સીએમ જાડેજાએ જણાવ્યું કે, અકસ્માતમાં એક બાળકનું મોત નિપજ્યું છે. પરંતુ સૂઈ રહેલી બે બાળકીઓ સહી સલામત જીવિત બચી ગઈ છે. પરંતુ જ્યાં બંને બાળકીઓનો જીવ બચી ગયો, પરંતુ બંને નાની બાળકીના માથા પરથી માતા-પિતાનો છાંયો ગુમાવી ચૂકી છે. મોટી બહેન પણ પોતે મા હોય એમ જ તેની નાની બહેનને ખોળામાં સૂવડાવી દૂધ પીવડાવી રહી હતી.