અમદાવાદ : ગુજરાતમાં શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર વાહન ચાલકોને બેદરકારીનાં કારણે અકસ્માતોની સંખ્યા કુદકેને ભુસકે વધતી જાય છે. અનેક વખત Zee 24 kalak ના અહેવાલો છતા પણ તંત્ર દ્વારા કોઇ પગલા ઉઠાવાઇ રહ્યા નથી. ખાસ કરીને નાના રૂટ પર જીપ અને ઇકો કારમાં બિનકાયદેસર રીતે સીટો લગાવીને લોકોને ઠુસી ઠુસીને ભરવામાં આવે છે. આવી જ ઘટના ડાંગ જિલ્લાનાં આહવા ચીંચલી રોડ પર સામે આવી છે. હરપારા ચીંચલી નજીક જીપના ચાલકે કાબુ ગુમાવતા જીપ પલટી મારી ગઇ હતી. જેમાં 2 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 7 ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BRTS અકસ્માતનાં પડઘા: મેયરે મોકલ્યા બાઉન્સર ગૃહમંત્રી કરશે ટ્રાફીકનુ નિરીક્ષણ

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ઠાંસોઠાંસ ભરેલી મહિન્દ્રા મેક્સ ગાડી આહવા -ચીંચલી રોડ પર જઇ રહી હતી. ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા જીપ પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 7ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર બાદ તમામને આહવા સિવિલ લઇ જવાયા હતા.


તંત્ર દુર્ઘટનાઓમાંથી કાંઇ શીખતું નથી? ફરી એકવાર ડી કેબિનમાં વિશાળ ટાંકી તુટી પડી અને...
Video : એક યુવકે માતાના માંડવામાં ગાઈ રહેલા કલાકારને સટાસટ થપ્પડ લગાવ્યાં
ઘટના અંગે માહિતી મળતા આહવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર અહેવાલો દેખાડવામાં આવ્યા હોવા છતા ન તો તંત્ર જાગી રહ્યું છે ન તો લોકો. 5-10 મિનિટની ઉતાવળ માટે ઘેટા બકરાની જેમ મેજીક, જીપ અને ઇકો જેવા સાધનોમાં લોકોને ઠુસી ઠુસીને ભરાવામાં આવે છે. જેના કારણે ડ્રાઇવર ગાડી પર કાબુ રાખી શકતો નથી. ઘણા કિસ્સામાં ડ્રાઇવરી સીટ પર પણ ડ્રાઇવર બીજા એક પેસેન્જરને બેસાડી દેવામાં આવે છે. જીપની ઉપરનાં છાપરે અને બહાર પણ મજબુત એન્ગલ પર લોકોને લટકતા જોવા મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube