અલ્કેશ રાવ/ બનાસકાંઠા: બનાસકાંઠામાં (Banaskantha) કાર અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત (Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં કારનો ભુક્કો (Car Accident) બોલાઈ ગયો હતો. ત્યારે કારના ડ્રાઈવરને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે તેને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો છે. જો કે, ઘટનાને પગલે 108 તેમજ પોલીસ (Police) કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ઉણ પુલ પર અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. થરા રાધનપુર નેશનલ હાઈવે નંબર 27 પર આવેલા ઉણ પુલ ઉપર ટ્રેલરે આગળ જતી કારને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં ટ્રેલરની ટક્કરથી કારનો ભુક્કો (Car Accident) બોલાઈ ગયો હતો. ટ્રેલર ધડાકાભેર કાર સાથે અથડાતા કાર ડ્રાઈવરને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારે અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા. 


આ પણ વાંચો:- 15 વર્ષની મહેનત બાદ તૈયાર કર્યો એન્જિનિયરે આ ફોર્મ્યુલા, પેટ્રોલ કરતા વધુ માઈલેજ આપશે આ કાર


જો કે, ધડાકાભેર અકસ્માત (Accident) સર્જાતા ઘટના સ્થળ પર એકત્રીત થયેલા ટોળા દ્વારા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ (Police) કાફલો તેમજ 108 નો સ્ટાફ અકસ્માતના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ 108 ની મદદથી પોલીસે અકસ્માતમાં ઇજાગ્રસ્ત કાર ડ્રાઈવરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube