સુરતના એન્જિનિયરે 15 વર્ષની મહેનત બાદ તૈયાર કર્યો આ ફોર્મ્યુલા, પેટ્રોલ કરતા વધુ માઈલેજ આપશે આ કાર

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol-Diesel) ભાવે સેન્ચ્યુરી મારી છે, ત્યારે સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel)ભાવ વચ્ચે સુરતના એક મિકેનિકલ ઇન્જિનિયર (Mechanical Engineer) પાણીથી પોતાની કાર ચલાવે છે

સુરતના એન્જિનિયરે 15 વર્ષની મહેનત બાદ તૈયાર કર્યો આ ફોર્મ્યુલા, પેટ્રોલ કરતા વધુ માઈલેજ આપશે આ કાર
  • સુરતના એક મિકેનિકલ એન્જિનિયર પાણીથી ચલાવે છે પોતાની કાર
  • 60 વર્ષના એન્જિનિયરે 15 વર્ષની ભારે જહેમત બાદ ખાસ ફોર્મ્યુલા તૈયાર કરી
  • એક લીટર પાણીમાં કાર 80થી 85 કિલોમીટર સુધી ચાલે છે

ચેતન પટેલ/ સુરત: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol-Diesel) ભાવે સેન્ચ્યુરી મારી છે, ત્યારે સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel)ભાવ વચ્ચે સુરતના એક મિકેનિકલ ઇન્જિનિયર (Mechanical Engineer) પાણીથી પોતાની કાર ચલાવે છે. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ 60 વર્ષના એન્જિનિયર પુરુષોત્તમે 15 વર્ષની ભારે જહેમત બાદ આ ખાસ ફોર્મ્યુલા તૈયાર કરી છે, જેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર આ કાર પાણીથી (Water Fuelled Car) ચાલે છે.

મૂળ રાજકોટના નિવાસી અને ખેડૂત પુત્ર પુરુષોત્તમ પીપળીયા મિકેનિકલ એન્જિનિયરિંગ (Mechanical Engineer) કરી ચૂક્યા છે. જ્યારથી તેઓ વિદ્યાર્થી (Students) હતા ત્યારથી તેમની ઇચ્છા હતી કે, આ ક્ષેત્રમાં કંઈ નવી ક્રાંતિ કરવામાં આવે અને આ જ કારણ છે કે, તેઓ પોતાની મારુતિ 800 કાર પાણીથી ચલાવી રહ્યા છે. જે કાર પેટ્રોલ અને ડીઝલથી (Petrol-Diesel) ચાલતી હોય છે તે પાણીથી કેવી રીતે ચાલી શકે તેવો પ્રશ્ન લોકોના મનમાં ચોક્કસથી આવશે, પરંતુ એક ખાસ ફોર્મ્યુલાથી પુરુષોત્તમે આ આવિષ્કાર કર્યો છે.

No description available.

પુરુષોત્તમે આ વિશે જણાવ્યું હતું કે, એક લીટર પાણીમાં આ કાર (Water Fuelled Car) 80 થી 85 કિલોમીટર સુધી ચાલે છે. જો એને વધુ મોડીફાય કરવામાં આવે તો ત્રણ લીટર પાણીમાં તે 1,000 કિલોમીટર સુધી ચાલી શકે છે. મિનરલ વોટર દ્વારા આ કાર ચાલે છે, પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel) બાદ જો કાર સૌથી સારી રીતે ચલાવી શકાય તો તે હાઇડ્રોજન ગેસથી ચલાવી શકાય છે. પાણીમાંથી ઓક્સિજન (Oxygen)  અને હાઇડ્રોજન (Hydrogen) અલગ કરી હાઇડ્રોજનથી આ કાર ચલે છે. આમ તો તેમની કારમાં પેટ્રોલની જરૂર રહે છે. પરંતુ માત્ર વાહન સ્ટાર્ટ અને બંધ કરતી વખતે તે પણ બેથી ત્રણ મિનિટ માટે જે ઓટો ઓપરેટેડ કરાયેલું છે.

પુરુષોત્તમે વધુમાં જણાવ્યું હતું કે, આવનાર વર્ષોમાં આશરે15 થી 20 કરોડ પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનો નવા નિયમોના કારણે દેશના લોકો ચલાવી શકશે નહીં. જો રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમના આ ખાસ પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપે તો તમામ કારમાં કોઈપણ ફેરફાર કર્યા વિના પાણીથી ચલાવી શકાશે. ઈંધણ તરીકે પાણીનો ઉપયોગ થતો હોવાને કારણે આ કાર પ્રદૂષણ રહિત છે. પુરુષોત્તમના આ પોતે બનાવેલા ફોર્મ્યુલાને કારણે કેન્દ્ર સરકારે તેમની આ પદ્ધતિને પેટર્નની મંજૂરી પણ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news