Vadodara Car Accident: વડોદરા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત: 4 લોકોના ઘટનાસ્થળે મોત
Road Accident in Vadodara: અકસ્માતમાં SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એસયુવી કારમાં કુલ 11 લોકો સવાર હતા. જેમાં 8 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
ચિરાગ જોશી, વડોદરા: આજે વહેલી સવારે વડોદરા નજીક જરોદ ચોકડી પાસે કાર અને લેલન ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 4 લોકોના મોત થયા હતા. જ્યારે 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માતને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનનો અને હાલમાં સુરતમાં રહેતો પરિવાર પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેને વડોદરા નજીક જરોદ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. જરોદ ચોકડી પાસે SUV કાર અને લેલન ટ્રક વચ્ચે અકસ્માત સજાર્યો હતો. અકસ્માતમાં SUV કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એસયુવી કારમાં કુલ 11 લોકો સવાર હતા. જેમાં 8 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
ભૂવાઓએ પરિવાર પાસેથી 35 લાખ ખંખેર્યા,કહ્યું; 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે...
આ પણ વાંચો: અમદાવાદનું SVPI એરપોર્ટ પસંદગીનું એરપોર્ટ બન્યુ! VIPsની અવરજવરમાં સર્જ્યો વિક્રમ
આ પણ વાંચો: હવે ટ્રાફીક ફ્રી બનશે એસજી હાઇવે, વૈષ્ણોદેવી સર્કલ અંડરપાસ ખુલ્લો મુકાયો
અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માતને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube