સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશન એરપોર્ટ પસંદગીનું એરપોર્ટ બન્યુ! VIPsની અવરજવરમાં સર્જ્યો વિક્રમ
Sardar Vallabhbhai Patel International Airport: SVPI એરપોર્ટ વધારેલી અસંખ્ય માળખાકીય સુવિધાઓને કારણે ટ્રાફિકમાં વધારા સાથે પસંદગીનું એરપોર્ટ બન્યુ છે. છેલ્લા 1 મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 58 મૂવમેન્ટ સાથે 1100 થી વધુ નોન-શિડ્યુલ ફ્લાઇટસની મૂવમેન્ટ થઈ છે. 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીના સમયગાળામાં SVPI એરપોર્ટે 1164 નોન-શિડ્યુલ ફ્લાઇટ્સનો રેકોર્ડ કર્યો છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે નોન-શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં વિક્રમ સર્જ્યો છે. એરપોર્ટે ગત મહિનામાં 1164 નોન-શિડ્યુલ મૂવમેન્ટ ઓપરેટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે જ્યારે એક જ દિવસમાં 32000 પેસેન્જર્સે મુસાફરી કર્યાનો આંક વટાવ્યો છે.
SVPI એરપોર્ટ વધારેલી અસંખ્ય માળખાકીય સુવિધાઓને કારણે ટ્રાફિકમાં વધારા સાથે પસંદગીનું એરપોર્ટ બન્યુ છે. છેલ્લા 1 મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 58 મૂવમેન્ટ સાથે 1100 થી વધુ નોન-શિડ્યુલ ફ્લાઇટસની મૂવમેન્ટ થઈ છે. 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીના સમયગાળામાં SVPI એરપોર્ટે 1164 નોન-શિડ્યુલ ફ્લાઇટ્સનો રેકોર્ડ કર્યો છે જેમાં અનેક VIP ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. નોન-શિડ્યુલ્ડ ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ હિલચાલ માટે ખાસ બનાવેલા નવા જનરલ એવિએશન ટર્મિનલના કારણે નોન-શિડ્યુલ્ડ પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.
સ્થાનિક સત્તાધીશો અને હિતધારકોનાં સંકલન દ્વારા મુસાફરીમાં બને એટલી સગવડો સુનિસ્ચિત કરવા એરપોર્ટ દ્વારા સમર્પિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. છેલ્લા મહિનામાં અનેક રાષ્ટ્રીય મહાનુભાવોએ SVPI એરપોર્ટની મુલાકાત લીધી હતી. જેમાં વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો અને માનનીય વડાપ્રધાનનો સમાવેશ થાય છે. SVPI એરપોર્ટની ટીમે સ્થાનિક સત્તાધીશો અને CISF ના સહયોગથી તેમના સરળ ટ્રાન્સફરની ખાતરી કરી હતી. SVPI એરપોર્ટ ઉદ્યોગો અને દેશના મોટા એરપોર્ટ દ્વારા નિર્ધારિત ઉચ્ચ ધોરણોની સમકક્ષ છે.
GA ટર્મિનલ
આ સુવિધા બિઝનેસ જેટ અને ચાર્ટર્ડ એરક્રાફ્ટનું ઝડપી ટર્નઅરાઉન્ડ સુનિસ્ચિત કરે છે. તે મુસાફરોને જનરલ પેસેન્જર ટર્મિનલ્સમાં કોમર્શિયલ ફ્લાઇટ્સ સાથેના ટેક્સિંગ સ્લોટથી અલગ કરે છે. આ સુવિધાથી દેશમાં સામાન્ય ઉડ્ડયન ક્ષેત્રના વિકાસનો માર્ગ મોકળો થયો છે. GA ટર્મિનલ માટે 4500 ચોરસ ફૂટના ટર્મિનલ બિલ્ડિંગમાં 12000 ચોરસ ફૂટમાં સુંદર ડિઝાઇન કરેલ સમર્પિત પ્રવેશદ્વાર છે. તેના નિયંત્રણ માટે ખાનગી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે અને તે 24x7 ઓપરેશન કંટ્રોલ સેન્ટર ધરાવે છે.
આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે