અમદાવાદના નરોડા રિંગ રોડ પર બેફામ કાર ચાલકે સર્જાયો અકસ્માત; પોલીસ લખેલી પ્લેટ અને બિયરની બોટલ મળી
દારૂના નશામાં એક કાર અને એક્ટિવાને અડફેટે લીધા છે. જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે કાર ચાલકને છાતીમાં ઇજા થઈ છે. ગાંધીનગર પોલીસ કચેરીમાં ફરજ બજાવતો ચિરાગ રાવલ પણ કારમાં સવાર હતો.
ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે નાના ચિલોડા પાસે એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના નરોડા રિંગ રોડ પર આ અકસ્માત સર્જાયો છે. પોલીસ લખેલી ગાડીએ અકસ્માત સર્જ્યો છે. ચિરાગ વાઘેલા નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે.
4 રાજ્યોના પરિણામો અપેક્ષા પ્રમાણેના હશે કે ચોંકાવનારા? દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો
દારૂના નશામાં એક કાર અને એક્ટિવાને અડફેટે લીધા છે. જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે કાર ચાલકને છાતીમાં ઇજા થઈ છે. ગાંધીનગર પોલીસ કચેરીમાં ફરજ બજાવતો ચિરાગ રાવલ પણ કારમાં સવાર હતો. ચિરાગ રાવલ MT વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો.
મોટી આગાહી: આગામી 2 દિવસ ગુજરાતના આ 4 જિલ્લામાં વરસાદ ખેદાન મેદાન કરશે! અ'વાદમાં તો.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ - ચિલોડા કરાઇ પાસે એક કાર ચાલક બેકાબુ બન્યો હતો. કાર ચાલકે રસ્તા પરથી પસાર થતા બે ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. કાર ચાલકે જોરદાર ટક્કર મારતા બે વાહન ચાલકોને ઇજાઓ પહોંચી જ હતી, સાથે કારમાં બેઠેલા લોકોને પણ ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થઈ જતા 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા.
એક ભૂલ છીનવી શકે છે જીવ! ગુજરાતમાં 6 માસમાં હાર્ટ એટેકથી અધધ મોત, આ આંકડો વધારશે BP
આ અકસ્માત બાદ, લોકોએ અકસ્માત સર્જનારની કારની તપાસ કરતા તેમાં આગળની સીટ પરથી બિયરની બોટલો મળી આવી હતી. જેથી કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આ મામલે ટ્રાફિક અને સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ મામલે પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની તપાસ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર કારમાંથી પોલીસ લખેલ પ્લેટ મળી આવી છે અને સાથે સાથે બીયરની પણ બોટલ પણ મળી આવી હતી.
શું ફરી ગુજરાતમા શક્તિશાળી ચક્રવાતનો ખતરો? 150ની સ્પીડે ફૂંકાશે પવન, જો આવું થયું તો