સ્ટીયરિંગ લોક થતા કાર જોરદાર અથડાઈ, અંબાજીથી આવતા પરિવારનાં 2ના મોત
અંબાજી-હડાદ માર્ગ પર આજે બપોરે એક વેગેનાર કાર રોડ સાઇડ નાં ડિવાઇડર સાથે અથડાતાં અકસ્માત સર્જાતાં બે લોકોનાં મોત અને પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઇ છે. આ પરિવાર અંબાજીમાં દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, તે વેળાએ આ ઘટના બની હતી.
શૈલેષ ચૌહાણ/અંબાજી :અંબાજી-હડાદ માર્ગ પર આજે બપોરે એક વેગેનાર કાર રોડ સાઇડ નાં ડિવાઇડર સાથે અથડાતાં અકસ્માત સર્જાતાં બે લોકોનાં મોત અને પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઇ છે. આ પરિવાર અંબાજીમાં દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, તે વેળાએ આ ઘટના બની હતી.
Photos : વડોદરાના યંગસ્ટર્સ દ્વારા ચલાવાતી ‘પસ્તી કી પાઠશાલા’ પાછળનું લોજિક છે તગડુ
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનો કૌસલ પરિવાર અંબાજી દર્શન કરવા ગયો હતો, ત્યારે પરત ફરતી વખતે ખેડબ્રહ્મા પાસે તેમની વેગનઆર કારનું સ્ટિયરિંગ લોક થઈ ગયું હતું અને ડ્રાઈવર કારને કાબૂમાં કરી શક્યો ન હતો. જેથી કાર ડિવાઈડર સાથે જોરદાર ભટકાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારના બે લોકોના સ્થળ પર જ મોત થયા હતા. તેમજ અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં લક્ષ્મીબેન કૌશલ (ઉંમર વર્ષ 53) અને સાક્ષીબેન કૌશલ (ઉંમર વર્ષ 7)નુ મોત નિપજ્યું હતું. આ બંન્નેનાં મૃતદેહોને દાંતા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે લઇ જવાયા હતા. તો અન્ય ઘાયલોને અંબાજીની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.