Photos : વડોદરાના યંગસ્ટર્સ દ્વારા ચલાવાતી ‘પસ્તી કી પાઠશાલા’ પાછળનું લોજિક છે તગડુ

ગુજરાતમાં દિવસે ને દિવસે શિક્ષણ મોઘું થઈ રહ્યું છે ત્યારે વડોદરામાં "એક ખ્વાઈશ" નામથી ગ્રુપ બનાવી યુવાનો ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે. સાથે જ તેમને અભ્યાસ માટે જરૂરી સાધન સામગ્રી પણ આપી તેમનું ઘડતર કરી રહ્યા છે. યુવાનોના આ ઉત્તમ કાર્યમાં લોકો પણ સાથ આપી રહ્યા છે.

રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં દિવસે ને દિવસે શિક્ષણ મોઘું થઈ રહ્યું છે ત્યારે વડોદરામાં "એક ખ્વાઈશ" નામથી ગ્રુપ બનાવી યુવાનો ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે. સાથે જ તેમને અભ્યાસ માટે જરૂરી સાધન સામગ્રી પણ આપી તેમનું ઘડતર કરી રહ્યા છે. યુવાનોના આ ઉત્તમ કાર્યમાં લોકો પણ સાથ આપી રહ્યા છે.

1/3
image

વડોદરામાં નોકરી કરતા, કોલેજમાં અભ્યાસ કરતા કે વ્યવ્સાય કરતા યુવાનોએ "એક ખ્વાઈશ" નામથી ગ્રુપ બનાવ્યું છે. જેમાં શરૂઆતમાં માત્ર 6 યુવાનો હતા, જ્યારે આજે 9 માસ બાદ 60 યુવાનો જોડાયા છે. એક ખ્વાઈશ ગ્રુપના યુવાનોએ ‘પસ્તી કી પાઠશાલા’ નામથી અભિયાન ચાલુ કર્યું છે, જેમાં યુવાનો લોકોના ઘરે ઘરે જઈ પસ્તી ઉઘરાવે છે. પસ્તી ઉઘરાવી તેને ભંગારમાં વેચી જે રૂપિયા આવે તેના બાળકોના ભણવા માટેના સાધન સામગ્રી જેવી કે પેન્સિલ, ચોપડા, સ્ટડી મટિરીયલ, કંપાસ લાવી બાળકોને મફતમાં આપે છે. યુવાનો પોતાના રોજિંદા કામમાંથી રવિવારની રજાના દિવસે આખો દિવસ સેવાસી ખાતે આવેલા હનુમાજીના મંદિરના પ્રાંગણમાં સ્લમ વિસ્તારમાં રહેતા 150 જેટલા ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપે છે. યુવાનો એકથી નવ ધોરણ સુધીના બાળકોને મફત શિક્ષણ આપે છે.  

2/3
image

યુવાનોએ પોતાની પાઠશાલાનું નામ ‘પસ્તી કી પાઠશાલા’ આપ્યું છે. કારણ કે તેઓ લોકો પાસેથી પસ્તી ઉઘરાવી બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે. ‘પસ્તી કી પાઠશાલા’માં અભ્યાસ કરવા આવતી ધોરણ-9ની વિદ્યાર્થીની જ્હાન્વી પરમાર કહે છે કે, ‘પસ્તી કી પાઠશાલા’માં આવવાથી પરિણામ સુધર્યું છે. તો યુવાનોને પસ્તી આપી બાળકોના ઘડતરમાં સહભાગી થનાર લોકો કહે છે કે, યુવાનો ખૂબ સરસ કામ કરી રહ્યા છે. જેનાથી ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળશે.  

3/3
image

પસ્તી લોકો ભંગારમાં આપી દેતા હોય છે અથવા તો પસ્તીને ફેકી દેતા હોય છે પરંતુ વડોદરાના યુવાનોએ પસ્તીમાંથી ગરીબ બાળકો માટે જે પસ્તી કી પાઠશાલા શરૂ કરી છે તે ખરેખર સમાજ માટે એક ઉત્તમ દાખલા સમાન છે.