જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, બગોદરા-ધોળકા રોડ પર અકસ્માતમાં 3 ના મોત
વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં અમદાવાદ બગોદરા ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 3 મુસાફરોનાં મોત નિપજ્યા છે. તો 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
ગૌરવ પટેલ/અમદાવાદ :વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં અમદાવાદ બગોદરા ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 3 વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો 9 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને પરત ફરતા સમયે કાળ ભરખી ગયો.
ઠંડીના મોસમમાં વાતાવરણમાં ઘુમ્મસ છવાયેલુ રહે છે. તેમાં પણ મોડી સાંજથી લઈને વહેલી સવારે રસ્તા પર ધુમ્મસ હોય છે. જેની સીધી અસર વાહનચાલકો પર થતી હોય છે. આવામાં અકસ્માતોના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે અમદાવાદ બગોદરા ધોળકા રોડ પરથી પસાર થઈ રહેલા તૂફાન ગાડીને ટ્રક દેખાઈ ન હતી. જેથી તૂફાન ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીના મોત થયા છે.
આ પણ વાંચો : વકરેલા કોરોનાથી ગભરાવુ કે નહિ? તબીબોના આ રિપોર્ટથી મનની મૂંઝવણ દૂર થશે
10 થી વધુ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બગોદરામાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. તો ઘાયલ મુસાફરોને સોલા સિવિલ ખસેડાયા હતા. મૃતકોને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, તમામ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની જુડોની મેચ રમવા ગોધરા ગયા હતા. ગોધરાથી પરત ફરતા સમયે તૂફાન ગાડીને અકસ્માત થયો હતો.