રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા રેલવે સ્ટેશન પાસે આજે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી ટ્રેન (karnavati express) ના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડી ગયા હતા. માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા, અને બાકીના ડબ્બા છુટ્ટા પડ્યા હતા. ત્યારે મુસાફરોએ હોબાળો મચાવતા અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. જોકે, ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી ગઈ હતી. દુર્ઘટના બાદ એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. 


કોરોનાનો રિવ્યૂ કરવા રાજકોટ પહોંચ્યા મુખ્યમંત્રી, સીએમના આગમન પહેલા 9 દર્દીઓના મોત 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, કર્ણાવતી એક્સપ્રેસ રોજ અમદાવાદથી મુંબઈની સફર ખેડે છે. આ ટ્રેનમાં અમદાવાદ અને વડોદરાથી મુંબઈ જતા અનેક મુસાફરો સવાર હોય છે. આવામાં વડોદરાથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વચ્ચે વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ હતી. કર્ણાવતી એક્સપ્રેસ નિર્ધારીત સમયે વડોદરા રેલવે સ્ટેશન ઉપર સવારે 6:30 વાગ્યે આવી પહોંચી હતી. વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી મુસાફરોને લઇને કર્ણાવતી એક્સપ્રેસ મુંબઇ તરફ રવાના થઇ હતી. દરમિયાન વડોદરા બાદ આવતા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન સુધી કર્ણાવતી એક્સપ્રેસ પહોંચે તે પહેલાં એન્જીન પછીના પેસેન્જર ડબ્બા છૂટા પડી ગયા હતા. 


ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ શિષ્ય સાથે સેક્સલીલા માણ્યાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું


જોકે, દુર્ઘટનાને પગલે જ મુસાફરો ટ્રેનની બહાર નીકળી આવ્યા હતા. તો રેલવે દ્વારા ડબ્બાઓની ફરીથી જોડવાની કામગીરી કરાઈ હતી. જોકે, ટ્રેનની સ્પિડ ઓછી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી ઉપડી હોવાથી ટ્રેનની સ્પીડ ઓછી હતી, જો સ્પીડ વધુ હોત તો મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. અકસ્માત બાદ રેલવેની ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. છુટા પડેલા ડબ્બાને જોડવાની કામગીરી તાત્કાલિક અસરથી હાથ ધરાઈ હતી. પાર્ટીંગ જોઇન્ટ કરીને ટ્રેનને રવાના કરી હતી. આ ઘટનાને પગલે અડધો કલાક ટ્રેન મોડી પડી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર