તપાસને આડે પાટે ચડાવીને મોંઘી દાટ ગાડી પોલીસની નજર સામેથી લઇ ફરાર થતો આરોપી ઝડપાયો
જો આપની પાસે મોંઘાદાટ અને લક્ઝુકરિયસ ગાડી છે અને તમે તે ગાડીની ચોરી નહી થાય તેવુ માની બેફરક બની ગયા છો તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે ક્રાઈમ બ્રાંચે એક એવા સ્માર્ટ ચોરની ધરપકડ કરી છે. જે તમારી ગાડીની બનાવટી ચાવી બનાવી ગાડી ચોરી કરે છે. આરોપીની પુછપરછમાં 12 ગુનાનો ભેદ ઉકેલાયો છે અને ગાડી ચોરવા માટે તેણે ચાવી બનાવવાનુ મશીન પણ વસાવ્યુ હતુ. ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ છે સત્યેન્દ્ર સિંહ શેખાવત. આરોપી માત્ર મોંઘીદાટ ગાડીઓને ટાર્ગેટ કરી ચોરી કરતો હતો.
મૌલિક ધામેચા/અમદાવાદ: જો આપની પાસે મોંઘાદાટ અને લક્ઝુકરિયસ ગાડી છે અને તમે તે ગાડીની ચોરી નહી થાય તેવુ માની બેફરક બની ગયા છો તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે ક્રાઈમ બ્રાંચે એક એવા સ્માર્ટ ચોરની ધરપકડ કરી છે. જે તમારી ગાડીની બનાવટી ચાવી બનાવી ગાડી ચોરી કરે છે. આરોપીની પુછપરછમાં 12 ગુનાનો ભેદ ઉકેલાયો છે અને ગાડી ચોરવા માટે તેણે ચાવી બનાવવાનુ મશીન પણ વસાવ્યુ હતુ. ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ છે સત્યેન્દ્ર સિંહ શેખાવત. આરોપી માત્ર મોંઘીદાટ ગાડીઓને ટાર્ગેટ કરી ચોરી કરતો હતો.
Scratch and Win ના નામે ઓનલાઇન ઠગાઈ કરનાર ટોળકીનો ભરૂચ પોલીસ દ્વારા પર્દાફાશ
આરોપીની ગુનો કરવાની મોડસઓપરેડી સાંભળીને પોલીસ પણ હતપ્રત થઈ ગઈ હતી. સત્યેન્દ્રએ ગાડી ચોરી કરવા માટે કી-ડેટા સ્કેનર અને કી-કટીંગ નામના બે મશીન ચાઈનાથી મંગાવ્યા હતા. સત્યેન્દ્ર કોઈપણ ગાડીના વર્કશોપમા જઈ સ્ટાફની નજર ચુકવી મોંઘીદાટ ગાડીની ચાવીની કી-ડેટા સ્કેનરની મદદથી બનાવટી ચાવી બનાવતો હતો. બાદમા તે ગાડીમાં એક જીપીએસ ફિટ કરી ફરાર થઈ જતો હતો. જ્યારે ગાડી શહેરની બહાર નિકળે ત્યારે તેનો પિછો કરી પોતાની પાસે રહેલી બનાવટી ચાવીની મદદથી તેની ચોરી કરી ફરાર થઈ જતો હતો.
આધેડ મહિલાએ પ્રેમને પામવા માટે પતિનું જ ઢીમ ઢાળી દીધું, ફિલ્મને ટક્કર મારે તેવી સ્ટોરી
આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે તે માસ્ટર ઓફ બિઝનેશ એડમીસ્ટ્રીશનનો એટલે કે એમબીએનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. સત્યેન્દ્રએ યુ ટ્યુબની મદદથી કી-કટર મશીન વસાવ્યુ અને બનાવટી ચાવી બનાવતા શિખ્યો. જેના આધારે તે મર્સિડીઝ જેવી મોંઘી ગાડીની પણ બનાવટી ચાવી તૈયાર કરી ચોરી કરતો હતો. ઉપરાંત આરોપી પોલીસથી બચવા માટે જ્યાંથી ગાડીની ચોરી કરે ત્યાં તુટેલા કાચનો ભુકો કરી ગાડીની પાર્કીંગ લાઈટ ચાલુ કરી ચોરી કરતો હતો. જેથી પોલીસ કાચ તોડી ચોરી કરનાર ગેંગની પાછળ લાગી જતી હતી.
આરોપી ચોરી કરેલી ગાડી રાજ્સ્થાન બોર્ડર પરના ગામોમાં વેંચી દેતો હતો. સત્યેન્દ્રની અગાઉ વર્ષ 2014માં ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આરોપી 3 મોબાઈલ તો રાખતો પરંતુ સિમકાર્ડ રાખતો ન હતો. પોતાના વાઈપોડની મદદથી તે લાઈન, વાઈબર અને વોટ્સએપ થકી જ કોન્ટેક્ટ કરતો. જેથી પોલીસ તેનુ લોકેશન મેળવી શકતી ન હતી. ઉપરાંત સત્યેન્દ્ર શેખાવતે ગુજરાત, બીકાનેર,. ગાજીયાબાદ અને ચેન્નાઈ, બેંગ્લોર સહીતના રાજ્યો અને શહેરોમાંથી ચોરીને અંજામ આપી ચુક્યો છે. જેથી હવે ચોરીની ગાડી ક્યા અને કોને વેચાતી હતી તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube