પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં મહિલાઓનાં ગ્રુપ લોનના 22 લાખ રૂપિયા લઈ ફરાર થઈ જનારની ધરપકડ છે. ફાઇનાન્સ કંપનીના ડેવલપમેન્ટ ઓફિસરે મેનેજર સાથે મળી 22 લાખની ઠગાઇ કરી હતી. મહિલાઓના ગ્રુપ લોનના 22 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. ફાઇનાન્સ કંપની દ્વારા ઓછા દરે મહિલાઓને ગ્રુપ લોન આપવામાં આવતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'જયરાજસિંહના નામની પાછળથી હું સિંહ હટાવી દઉં છું', ક્ષત્રિયોમાં પડી ગયા બે ભાગ


લોનના પૈસાની રિકવરી કરવાનું કામ આકાશ પાંડે નામનો ડેવલપમેન્ટ ઓફિસર કરતો હતો. આરોપી આકાશ પાંડે હપ્તાના પૈસા ઉઘરાયા બાદ ફાઇનાન્સ કંપનીમાં જમાં નહિ કરાવતો હતો. પાંડેસરા પોલીસે ફરિયાદના આધારે આકાશ પાંડેની ધરપકડ કરી છે. ફાઇનાન્સ કંપનીના મેનેજર સલમાનને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહિ હાથ ધરી છે. 


ગુજરાતની આ બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા પછી પણ વિરોધ, ખુદ CM ભૂપેન્દ્ર પટેલ મેદાને!


સુરતનાં પાંડેસરા બમરોલી ખાતે આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં આરોપી આકાશ ઠાકોર સહિત મેનેજર સલમાન શેખ નોકરી કરતા હતા. એ ફાઇનાન્સ કંપની દ્વારા ઓછા દરના પર મહિલાઓને ગ્રુપ લોન આપવામાં આવે છે. જ્યારે આ ગ્રુપ લોન ના પૈસાની રિકવરી કરવા આકાશ ઠાકોરને રિકવરી ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે નોકરીએ રાખવામાં આવ્યો હતો.


ગુજરાતમાં કૉંગ્રેસ લોકસભાની કેટલી સીટો જીતશે? આ નેતાએ કર્યો ધડાકો, મચ્યો ખળભળાટ! 


આકાશ ઠાકોર,મેનેજર સલમાન શેખને પૈસાનું કલેક્શન થયા બાદ કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવાનાં રહેતાં હતા. પરંતુ આ બંને આરોપીઓ કંપનીમાં પૈસા જમા કરવાના હતા. કંપની દ્વારા ઓડિટ કરવામાં આવતા મહિલા ગ્રુપના કલેક્શનના પૈસા આકાશ ઠાકોર અને સલમાન શેખ એ જમા જ નહીં કર્યા હોવાનું સામે આવ્યું હતું. 


પાટીદાર સમાજ વિફર્યો! કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ 48 કલાકમાં ફરિયાદ નહીં થાય તો....


સમગ્ર મામલે કંપનીના કર્મચારીએ પાંડેસરા પોલીસ મથકે બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં આ બંને આરોપીઓએ મહિલાઓ ગ્રુપને આપવામાં આવતી લોનના પૈસા ઘરે ઘરે જઈને તો લીધા હતા પરંતુ તેઓ ફાઇનાન્સ કંપનીમાં જમા જ નહીં કરાવતા હોવાનું સામે આવ્યું છે. આકાશ ઠાકોર મહિલાઓ પાસેથી પૈસા લઈ લેતો હતો.


ગુજરાતમાં નવી ભયંકર આગાહી; આ તારીખ નોંધી લેજો, આંધી-વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે


કાર્ડમાં પૈસા લીધા હોવાની સહી પણ કરતો હતો. પરંતુ આ પૈસા કંપનીમાં જમા જ નહીં કરાવતો હતો. આરોપીઓ એક નહિ પરંતુ અનેક મહિલાઓ પાસેથી પૈસા લઈ કંપની સાથે રૂપિયા 22 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પાંડેસરા પોલીસ કંપનીનાં ડેવલપમેન્ટ ઓફિસર આકાશ ઠાકોરની ધરપકડ કરી કંપનીના મેનેજર સલમાન શેખને ને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.