પાટીદાર સમાજ વિફર્યો! કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ 48 કલાકમાં ફરિયાદ નહીં થાય તો...ગુજરાત બંધની ચીમકી

સુરતમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ તથા મોરબી પાટીદાર સમાજની દીકરીઓને માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી કરીને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો.

પાટીદાર સમાજ વિફર્યો! કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ 48 કલાકમાં ફરિયાદ નહીં થાય તો...ગુજરાત બંધની ચીમકી

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબી પાટીદાર સમાજની દીકરીઓ તેમજ પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓની ઉપર ટિપ્પણી કરતી કાજલ હિન્દુસ્તાનીની એક ક્લિપ વાયરલ થઈ હતી. જેને લઈને મોરબી પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે. કાજલ હિન્દુસ્તાની મોરબી પાટીદાર સમાજની માફી માંગે તેવી માંગ સાથે મોરબીમાં આજે રેલી યોજાઇ હતી અને કલેક્ટર તેમજ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે કાજલ હિન્દુસ્તાની હાય હાયના નારા લગાવીને તેની સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો 48 કલાકમાં કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે તો મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા સામેલન યોજવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. 

સુરતમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ તથા મોરબી પાટીદાર સમાજની દીકરીઓને માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી કરીને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો. આજે તેના ભાગ સ્વરૂપે સવારે 10 વાગ્યે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર સમાજના શ્રેષ્ઠિઓ, પાટીદાર સમાજના વિવિધ સંગઠનો અને શાખાના હોદ્દેદારો તેમજ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ સહીતના હોદેદારો અને વિદ્યાર્થિનીઓ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા.

કલેકટર તેમજ એસપીને આવેદનપત્ર આપીને પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં ઉદ્યોગપતિઓ તેમજ પાટીદાર સમાજની દીકરીઓ વિશે જે શબ્દોનો પ્રયોગ કરેલ છે તેના માટે માફી માંગવામાં આવે તેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને જો 48 કલાકમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા માફી માંગવામાં નહીં આવે તો મોરબીના આંગણે પાટીદાર સમાજનું સંમેલન બોલાવીને તેની સામે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવે અને તેને આકરી સજા થાય તેના માટેની કાર્યવાહી મોરબીના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવશે. 

કાજલ હિન્દુસ્તાના વિરોધમાં મોરબીના પાટીદાર સમાજ દ્વારા આક્રોશ સાથે શહેરના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી વિશાળ રેલી યોજાઇ હતી જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ, પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મોરબી શહેરના મુખ્ય માર્ગ ઉપર કાજલ હિંદુસ્તાની હાય હાય અને કાજલ પાકિસ્તાની વિગેરે જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ રેલી મોરબી શહેરના વિસ્તારમાં કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટર તેમજ એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. 

આજે યોજાયેલ આ રેલી બાદ કાજલ હિન્દુસ્તાનીને પાટીદાર સમાજની માફી માંગવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, તો પણ જો મોરબી પાટીદાર સમાજની માફી કાજલ હિન્દુસ્તાની નહીં માંગે તો તેની વિરૂધ્ધ મહાસંમેલન બોલાવીને કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચીમકી મોરબી પાટીદાર સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news