સરકાર જોઈ લો...બેરોજગારીના કારણે યુવાધન બની રહ્યું છે ચોર, રોજગારી ન મળતા 10 દિવસમાં યુવક બન્યો ચોર
આરોપી વિમલ રાજસ્થાનથી 10 દિવસ પહેલા રોજીરોટી માટે અમદાવાદ આવ્યો હતો. જોકે કોઈ નોકરી કે કામ ન મળતા ચોરી કરવાનો વિચાર આવ્યો અને મોબાઈલની દુકાનમાં ચોરી કરી પોતાના વતન ફરાર થઈ ગયો હતો. ચોરીનો મુદ્દામાલ વેચવા પરત અમદાવાદ આવતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી.
ઉદય રંજન/અમદાવાદ: રોજી રોટી માટે અમદાવાદ આવેલ યુવક રોજગારી ન મળતા ચોર બન્યો અને ચોરી કરી ફરાર થયો હતો. ક્રાઈમ બ્રાંચે ચોરીના મોબાઇલ સાથે ધરપકડ કરી છે. આરોપી ચોરીના મોબાઇલ વેચવા અમદાવાદ આવ્યો અને ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઇ ગયો.
'મારી ભૂલ હતી, શરત ચૂક હતી..., કહીને પાટીદાર સમાજ સામે 'નતમસ્તક' થયા વિપુલ ચૌધરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ વિમલ હડાત છે. જે મૂળ રાજસ્થાનના રાતાપાણી ગામનો રહેવાસી છે. જેની પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી વિમલ રાજસ્થાનથી 10 દિવસ પહેલા રોજીરોટી માટે અમદાવાદ આવ્યો હતો. જોકે કોઈ નોકરી કે કામ ન મળતા ચોરી કરવાનો વિચાર આવ્યો અને મોબાઈલની દુકાનમાં ચોરી કરી પોતાના વતન ફરાર થઈ ગયો હતો. ચોરીનો મુદ્દામાલ વેચવા પરત અમદાવાદ આવતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી લીધી અને 2.37 લાખના મોબાઇલ સહીત મુદ્દામાલ કબ્જે કર્યો છે.
12 વર્ષ બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે આ શક્તિશાળી ગ્રહ, આ 3 રાશિવાળાને બનાવશે અમીર
ચોરીના ગુનામા ઝડપાયેલા આરોપીની તપાસ કરતા સામે આવ્યુ કે, આરોપી વિરુદ્ધ રાજસ્થાનમાં ચોરીના ત્રણ ગુના હતા. જેમાંથી ચાર મહિના બાદ જામીન પર છૂટ્યા બાદ અમદાવાદ આવ્યો હતો. જોકે દસ દિવસમાં કડિયા કામ કે મજૂરી ન મળતા આરોપીએ પોતાની આવડત મુજબ ચોરીને અંજામ આપ્યો અને પોતાના વતન ભાગી ગયો હતો. પરંતુ પોલીસ જે આરોપીની શોધખોળ કરતા રાજસ્થાન સુધી પહોંચી હતી તે આરોપી અમદાવાદ પરત આવતા ચોરીના તમામ મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરવામાં આવી છે.
ચોરોની ફેવરિટ છે આ મારૂતિ કાર, આ કામ કરાવ્યું હશે તો કંપની આપશે નવી કારની કિંમત
મહત્વનું છે કે રાજસ્થાનથી અમદાવાદ મજૂરી કરવા આવેલો યુવક માત્ર દસ દિવસમાં જ ફરી એક વખત ચોર બન્યો છે. ત્યારે આરોપીએ અન્ય કોઈ જગ્યાએ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તથા ચોરીમાં અન્ય કોઈની મદદ લીધી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
Pics: કરોડોના દાગીના પહેરતી અંબાણી પરિવારની મહિલાઓ હાથમાં બાંધે છે ખાસ કાળો દોરો?