Photos: કરોડોના દાગીના પહેરતી અંબાણી પરિવારની મહિલાઓ હાથમાં બાંધે છે ખાસમખાસ કાળો દોરો? જાણવા જેવું છે કારણ

Ambani Family: જો તમે આ વસ્તુ નોટિસ ન કરી હોય તો અમે તમને જણાવી દઈએ કે ફંક્શનના દરેક લૂકમાં નીતા અંબાણીથી લઈને રાધિકા મર્ચન્ટ સુધીએ પોતાના હાથમાં એક કાળો દોરો બાંધ્યો હતો. જાણો તેનું કારણ...

કપડાં અને દાગીના ચર્ચાનો વિષય

1/7
image

અંબાણી પરિવારની મહિલાઓ તેમની અદભૂત ડ્રેસિંગ સ્ટાઈલ અને પ્રસંગોમાં ભારે ભરખમ દાગીનાથી ચર્ચામાં રહેતી હોય છે. પછી તે નીતા અંબાણી હોય, શ્લોકા, ઈશા કે થનારી વહુ રાધિકા મર્ચન્ટ. હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું જામનગર ખાતે પ્રી વેડિંગ સેલિબ્રેશન યોજાઈ ગયું જેમાં તેમના કપડાં અને દાગીના ચર્ચાનો વિષય બન્યા હતા. જો કે આ ઉપરાંત પણ એક વસ્તુ એવી હતી જે લોકોના ધ્યાનમાં આવી હતી. અને તે હતો અંબાણી પરિવારની દરેક મહિલાના હાથમાં જોવા મળેલો કાળો દોરો. જો તમે આ વસ્તુ નોટિસ ન કરી હોય તો અમે તમને જણાવી દઈએ કે ફંક્શનના દરેક લૂકમાં નીતા અંબાણીથી લઈને રાધિકા મર્ચન્ટ સુધીએ પોતાના હાથમાં એક કાળો દોરો બાંધ્યો હતો. જાણો તેનું કારણ...  

નીતા અંબાણી પણ બાકાત નથી

2/7
image

નીતા અંબાણી મુકેશ અંબાણીના પત્ની હોવાની સાથે સાથે એક બિઝનેસવુમન પણ છે. આ ઉપરાંત ફિટનેસ, ડિઝાઈનર કપડાં અને મોંઘી  જ્વેલરી માટે પણ ચર્ચામાં રહે છે. પરંતુ આ સાથે તેમના હાથમાં હંમેશા એક કાળો દોરો જોવા મળે છે. 

ખરાબ નજરથી પણ બચાવે છે

3/7
image

એવું કહેવાય છે કે હાથમાં કાળો દોરો પહેરવામાં આવે તો તેનાથી સફળતા નિશ્ચિત તો  છે જ પરંતુ સાથે સાથે તે ખરાબ નજરથી પણ બચાવે છે અને બોડીને રોગથી પણ દૂર રાખે છે. આ કારણ છે કે નીતા અંબાણી ઘરેથી જ્યારે પણ બહાર નીકળે છે ત્યારે હાથમાં કાળો દોરો અવશ્ય હોય છે. 

ઈશા પણ પહેરે છે

4/7
image

નીતા અંબાણીના પુત્રી ઈશા અંબાણી પણ ભલે વેસ્ટર્ન લૂક હોય કે ટ્રેડિશનલ પણ તેમના હાથમાં પણ હંમેશા એક કાળો દોરો બાંધેલો હોય છે. જે વર્ષોથી તમને હાથમાં જોવા મળશે.

શ્લોકા પણ પહેરે છે

5/7
image

અંબાણી પરિવારના મોટા દીકરા આકાશ અંબાણીના વહુ શ્લોકા અંબાણી પણ પરિવારની આ રીત નિભાવે છે. શ્લોકાના હાથમાં પણ ફંક્શન દરમિયાન કાળો દોરો બાંધેલો જોવા મળે છે. જો તમે ખાસ કરીને જોયું હોય તો

રાધિકાના હાથમાં પણ દોરો

6/7
image

આ ઉપરાંત પરિવારના સૌથી નાના દીકરા અનંત અંબાણીના જેની સાથે લગ્ન થવાના છે તે રાધિકા મર્ચન્ટ પણ હવે આ યાદીમાં સામેલ છે. હાલમાં જ થયેલા પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાના હાથમાં પણ કાળો દોરો બાંધેલો જોવા મળ્યો હતો.   

જુલાઈમાં ગ્રાન્ડ વેડિંગ

7/7
image

અત્રે જણાવવાનું કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન આમ તો પૂરા થઈ ગયા છે. અને આ કપલ હવે આ વર્ષે જુલાઈમાં ગ્રાન્ડ વેડિંગ પણ કરવા જઈ રહ્યું છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)