ચેતન પટેલ/સુરત: લકઝરીયસ કાર ભાડે કરી અલગ અલગ શહેરોમાં ફરી વૈભવી હોટેલોમાં રૂમ બુક કરી રાત્રી રોકાણ કરી વૈભવી શોખ પુરા કરવા ચોરીના રવાડે ચડી ગયેલા એક રીઢા ઘરફોડ ચોરને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે અગાઉ ગુના કરી ચૂકેલા આરોપીઓને શોધવા માટે સુરત પોલીસ કમિશનર તરફથી તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે પેન્ડિંગ ગુનાના આરોપીઓને શોધી કાઢી અને પકડી પાડવામાં આવે તે આધારે સુરત ખટોદરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જે આરોપીની પૂછપરછની અંદર ચોંકાવનારી વિગતો સામે આવી છે તે સાંભળી તમે પણ ચોકી જશો. ચોર ઈસમો બાઈકના શોખ, કારના શોખ અથવા તો કોઈ દેવું પૂરું કરવા માટે ચોરી કરતા હોય છે, પણ કટોદરા પોલીસ દ્વારા પકડી પાડેલ આયુષમ માત્રને માત્ર ફાઇવસ્ટાર હોટલની અંદર રહેવા માટે અને લક્ઝરીયસ કારની અંદર ફરવા માટે ચોરી કરતો હતો.


ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પરસેવો છોડાવી દે તેવી અંબાલાલ પટેલની 'ઘાતક' આગાહી


સુરત ખટોદરા ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર થોડા દિવસ એક ચોરીનો બનાવ બન્યો હતો તે ચોરીના બનાવની અંદર જે સીસીટીવી સામે આવતા સીસીટીવીની અંદર એક ઈસમ ઓફિસની અંદર આવી અને 30 હજાર રોકડ રૂપિયાની ચોરી કરતા નજરે પડે છે જેના આધારે ખટોદરા પોલીસે સીસીટીવીના આધારે વર્કઆઉટ શરૂ કર્યું હતું અને ત્યાં જ ખટોદરા પોલીસ છે. સીસીટીવીમાં દેખાતા આરોપીને ઝડપી પાડી અને તેમની પાસેથી રોકડા રૂપિયા કબજે કર્યા અને તેની પૂછપરછની અંદર તેને અલગ અલગ વિસ્તારોની અંદર અગાઉ પાંચ ગુના ચોરીના કર્યા હોવાની કબુલાત કરી છે. 


ગુજરાત સહિત આ રાજ્યોમાં વિનાશકારી ભૂકંપનો ખતરો, જોવા મળશે તુર્કી-સીરિયા જેવી તબાહી!


આ આરોપી માત્ર ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જ ચોરી કરતો હતો અને તે પણ રોકડા રૂપિયાની ચોરી કરતો હતો અને ચોરી કર્યા બાદ આ બબલુ નામનો વ્યક્તિ સુરત વડોદરા અમદાવાદ અને મુંબઈ ખાતે ફાઇવસ્ટાર હોટલની અંદર રૂમ બુક કરાવી અને મોજ શોખ માણતો હતો અને આ હોટલ પહોંચવા માટે સ્પેશિયલ લક્ઝરીયસ કાર ભાડે રાખીને જતો હતો. જેથી લક્ઝરીઝ લાઈફ સ્ટાઈલવાળા લોકોને સામે પોતાનો રોફ જોવા માટે પ્રયાસ કરતો હતો.


સુરતમાં ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે પોલીસે ઉન પાટિયા ખાતે રહેતો 31 વર્ષીય મો. હસામુદીન ઉર્ફે બબ્બુ મો.ઈદરીશ ટેલરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 1200 રૂપિયાની કિમતના ચાંદીના 3 સિક્કા, 30 હજારની રોકડ તથા ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેતો લોખંડનો હથોડો, એક પેચિયું, તથા લોખંડનું ગણેશીયુ કબજે કર્યું હતું .પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી હાલ બેકાર છે અને તે ચોરી કરેલા રોકડા રૂપિયાથી પોતાના વૈભવી શોખ પુરા કરતો હતો. 


વિદ્યાર્થીની પાસે શિક્ષકે 'I LOVE U' બોલાવ્યાનો આરોપ, રડતા રડતા માતાને જણાવી આપવીતી


તે લકઝરીયસ કાર ભાડે કરી મોટા શહેર જેવા કે મુંબઈ, અમદાવાદ, વડોદરા તેમજ અન્ય જગ્યાએ જઈ વૈભવી હોટલ બુક કરી રાત્રી રોકાણ કરી વૈભવી શોખ પુરા કરતો હતો અને આ વૈભવી શોખ પુરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો. પોલીસની તપાસમાં ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. તેમજ આરોપી રીઢો ઘરફોડ ચોર છે તેની સામે ભૂતકાળમાં ઘરફોડ ચોરીના પાંડેસરામાં બે તથા સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં 3 ગુના મળી કુલ 5 ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. હાલ ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.