રાજકોટમાં વિદ્યાર્થીની પાસે શિક્ષકે 'I LOVE U' બોલાવ્યાનો આરોપ, રડતા રડતા માતાને જણાવી આપવીતી કે...
બાલમુકુંદ નામના ગણિત વિષયના શિક્ષક સામે આરોપ મૂક્યો છે. આ ઘટના બાદ વિદ્યાર્થીનીએ રડતા રડતા માતાને સમગ્ર ઘટનાની આપ વીતી વર્ણવી હતી. અન્ય વિદ્યાર્થી સાથે પણ આવી ઘટના બની હોવાનો આરોપ મૂકાયો છે. જોકે આ મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: ફરી એકવાર રંગીલા રાજકોટમાં શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ વેલેન્ટાઈન વિક ચાલી રહ્યો છે, ત્યારે ગઈકાલે રોઝ ડે હતો ત્યારે રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક સામે મોટો આરોપ લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસે શિક્ષકે I LOVE U બોલાવ્યાનો આરોપ છે.
વિદ્યાર્થીનીની માતાએ સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી છે. આ ઘટનામાં મોટો હોબાળો ના થાય તેના માટે ખાનગી સ્કૂલના સંચાલકે શિક્ષકને ફરજ મુક્ત કરવાની ખાતરી આપી હતી. બાલમુકુંદ નામના ગણિત વિષયના શિક્ષક સામે આરોપ મૂક્યો છે. આ ઘટના બાદ વિદ્યાર્થીનીએ રડતા રડતા માતાને સમગ્ર ઘટનાની આપ વીતી વર્ણવી હતી. અન્ય વિદ્યાર્થી સાથે પણ આવી ઘટના બની હોવાનો આરોપ મૂકાયો છે. જોકે આ મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરના રેલ નગરમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે સ્કૂલના મેથ્સના બાલમુકુંદ નામના શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને એક સંજ્ઞા પૂછતા વિદ્યાર્થિનીને એ સંજ્ઞા નહિ સમજાતા શિક્ષક દ્વારા ચાલુ ક્લાસ દરમ્યાન વિદ્યાર્થીની પાસે બધા વિદ્યાર્થી વચ્ચે I LOVE U મારી સામે બોલવાનું કહેતા વિદ્યાર્થિની માટે આઘાતજનક વાત બની હતી. બાદમાં વિદ્યાર્થિની દ્વારા અન્ય ક્લાસ દરમ્યાન રડી ઘરે આવી તેની માતા સાથે વાત કરતા સમગ્ર મમલો સામે આવ્યો હતો.
માતા પિતા દ્વારા સ્કૂલ સંચાલકો સામે સમગ્ર વાત મૂકતા સ્કૂલના સંચાલકો દ્વારા બાલમુકુંદ નામના મેથ્સના શિક્ષકને આ વર્ષ પુરું થાય પછી છુટા કરી દેવાનું કહેવામાં આવ્યું હતું, તો શું કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ બીજી કોઈ વિદ્યાર્થિની સાથે આવી અથવા આનાથી પણ વધારે ઘટના સર્જાય તેની રાહ જોઈ રહી છે અને વધુમાં વિદ્યાર્થિનીના માતા પિતાને અન્ય વાલીઓ દ્વારા ટેલીફોનીક વાતમાં જણાવ્યું હતું કે, તમારી દીકરી સાથે જે ઘટના બની એ પેલી વાર નથી થયું અન્ય વિદ્યાર્થિની સાથે પણ આનાથી વધારે થયું છે. ત્યારે ગંભીર મામલે પીડિતાના વાલી દ્વારા મામલો ઉજાગર કરવા મીડિયાનો સંપર્ક સાધ્યો હતો અને વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા શિક્ષણ મંત્રી પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
સ્ફુલ સંચાલકનું નિવેદન,
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સ્કુલ સંચાલકનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, બાલમુકુંદ નામના ગણિત વિષયના શિક્ષક I LOVE THIS FORMULA બોલાવતા હતા. પરંતુ વાલીને ગેરસમજણ થઈ છે. જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસમાં આવ્યા હતા. જેને ઓડિયો સાથેના સીસીટીવી પણ આપવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે