નવસારી: નવસારી સેશન્સ કોર્ટના ત્રીજા અધિક જિલ્લા સેશન્સ જજ ઉપર આજે ચાલુ કોર્ટમાં મારામારીના આરોપીએ છુટ્ટો પત્થર ફેંક્યો હતો. જોકે સદ્દનસીબે મહિલા જજને વાગ્યુ ન હતુ. સમગ્ર ઘટનાને નવસારી જિલ્લા બાર એસોસીએશન દ્વારા વખોડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી જિલ્લા સેશન્સ કોર્ટના અધિક ત્રીજા જિલ્લા સેશન્સ જજ એ. આર. દેસાઈની કોર્ટમાં આજે વર્ષ 2019 માં નવસારીના કબીલપોર ખાતે મારામારી અને હત્યાના પ્રયાસના આરોપી ધર્મેશ ઉર્ફે સુખદેવ ઉર્ફે કાળિયો ગુલાબ રાઠોડને અંદાજે 11:30 વાગ્યે રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન ધર્મેશ રાઠોડે ચાલુ કોર્ટ કાર્યવાહી દરમિયાન પોતાના ખિસ્સામાંથી પત્થર કાઢી મહિલા જજ એ. આર. દેસાઈ ઉપર છુટ્ટો ફેંક્યો હતો. સદ્દનસીબે પત્થર મહિલા જજની બાજુમાંથી નિકળી જતા, તેઓને વાગ્યો ન હતો અને પાછળની દિવાલ સાથે અથડાયો હતો. 

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક


સમગ્ર ઘટનામાં પોલીસ જાપ્તા દ્વારા આરોપીને કોર્ટમાં હાજર કરતા પૂર્વ ચકાસ્યો ન હોવાની વાત સામે આવી હતી. જ્યારે આરોપી ધર્મેશે અગાઉ પણ નીચલી કોર્ટના જજ એમ. એ. શેખ ઉપર છુટ્ટી ચપ્પલ ફેંકી હતી, ત્યારે પણ જજ બચી ગયા હતા. સમગ્ર મુદ્દે નવસારી જિલ્લા બાર એસોસીએશન દ્વારા વખોડી કાઢવામાં આવી છે. 


પોલીસ જાપ્તાએ આવા ગંભીર ગુનાના આરોપી હોવાથી સભાન રહેવું જોઈએ અને કોર્ટમાં હાજર કરતા પૂર્વ યોગ્ય ચકાસણી કરવી જોઈએ. આ હુમલો ન્યાયાલય અને ન્યાય પ્રક્રિયા સાથે જોડાયેલા લોકો પર છે અને કાયદો વ્યવસ્થા જાળવવા મુદ્દે સંબંધિતો ગંભીરતાથી ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરે, એવી આશા વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીની અને માતા હીરાબા સાથેની યાદગાર તસવીરો , બા આર્શિવાદ લેવાનું ચૂકતા નહી PM
આ પણ વાંચો:  Heeraba Rare Interview: હીરાબાએ કરી હતી ભવિષ્યવાણી, 'નરેન્દ્ર એક દિવસ PM બનશે'
આ પણ વાંચો: એક મહારાજે પહેલા જ ભાખી દીધું હતું નરેન્દ્ર મોદીનું ભવિષ્ય, જાણો શું હતી ભવિષ્યવાણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube