જય પટેલ/વલસાડ :કેન્દ્ર સરકાર દ્વારા ઓરેન્જ ઝોનમાં સામેલ વલસાડ જિલ્લામાં જેમ ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યાં છે, તેમ વલસાડમાં અનેક દર્દીઓ કોરોનાને માત આપીને બચી રહ્યાં છે. તો સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા પણ અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં માહિતી છુપાવવા બદલ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડ પોલીસમાં ફરજ બજાવતા એક અધિકારી પરવાનગી વગર પોતાની પત્નીને મહેસાણા મૂકવા ગયા હતા. 


આજના મહત્વના સમાચાર : અમદાવાદના પૂર્વથી પશ્ચિમ વિસ્તારોને જોડતા 5 બ્રિજ બંધ કરાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ પોલીસમાં ફરજ બજાવતા જયદીપસિંહ નામના અધિકારી પોલીસ વિભાગ પાસેથી કોઈ પણ જાતની પરવાનગી વિના પત્નીને મહેસાણા મૂકવા ગયા હતા. સાથે નરેન્દ્રસિંહ નામના અન્ય પોલીસકર્મીની પત્ની અને પુત્રને પણ પોતાની સાથે મહેસાણા મૂકવા ગયા હતા. મહેસાણામાં તબીબી તપાસમાં નરેન્દ્રસિંહની પત્ની અને પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 4 દિવસ પહેલા કોઈ પણ જાતની જાણ કર્યા વિના કે પરવાનગી વિના મહેસાણા જવા બદલ પોલીસ કર્મચારી સામે ગુનો નોધાયો છે. મહેસાણા જઈ પરત આવેલ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ તેમના મેડિકલ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. 


અમદાવાદીઓ, તમારા કોઈ સ્વજન અન્ય રાજ્ય કે દેશમાં ફસાયા હોય તો ફટાફટ તેમને આપો આ માહિતી


કોરોનાને લઈને વલસાડ જિલ્લા માટે સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાનો પેહલો પોઝિટિવ કેસ લાવનાર દર્દી કોરોના વાયરસને માત આપી છે.  સૌથી પહેલા ઉમરગામના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે આજે રિકવર થઈને પરત ઘરે ગયો છે. જિલ્લામાં પહેલો પોઝિટિવ કેસવાળા યુવકનો હોસ્પિટલ સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા કરી વિદાય આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં 2 કોરોના દર્દી સાજા થઈને પરત ઘરે ફર્યા છે. 


ગત રોજ વલસાડના ડુંગરી ખાતે રહેતા જીઆરડી જવાનને વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ત્યારે ઉમરગામના યુવકને વાપી જનસેવા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર