આજના મહત્વના સમાચાર : અમદાવાદના પૂર્વથી પશ્ચિમ વિસ્તારોને જોડતા 5 બ્રિજ બંધ કરાયા

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રવિવારે અમદાવાદીઓને મહત્વના અપડેટ આપ્યા હતા કે, અમદાવાદના 5 બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. પૂર્વથી પશ્ચિમ જવા માટેના આ બ્રિજ બંધ કરાયા છે. ટ્રાફિક માટે આ પાંચ બ્રિજને સંપૂર્ણપણે બંધ કરાયા છે. આ પાંચ બ્રિજમાં ગાંધી બ્રિજ, દધિચિ બ્રિજ, સરદાર બ્રિજ, નહેરુ બ્રિજ અને આંબેડકર બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. 

આજના મહત્વના સમાચાર : અમદાવાદના પૂર્વથી પશ્ચિમ વિસ્તારોને જોડતા 5 બ્રિજ બંધ કરાયા

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રવિવારે અમદાવાદીઓને મહત્વના અપડેટ આપ્યા હતા કે, અમદાવાદના 5 બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. પૂર્વથી પશ્ચિમ જવા માટેના આ બ્રિજ બંધ કરાયા છે. ટ્રાફિક માટે આ પાંચ બ્રિજને સંપૂર્ણપણે બંધ કરાયા છે. આ પાંચ બ્રિજમાં ગાંધી બ્રિજ, દધિચિ બ્રિજ, સરદાર બ્રિજ, નહેરુ બ્રિજ અને આંબેડકર બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. જેની પાસે પાસ હોય કે નહિ, તેમજ મહાનગરપાલિકાના કોઈ પણ કર્મચારીઓ આ બ્રિજનો ઉપયોગ નહિ કરી શકે. બાકીના બ્રિજ પરથી આવશ્યક ચીજવસ્તુઓ સાથે જતા લોકોને ચકાસણી સાથે પરવાનગી આપવામાં આવશે. સુભાષ અને એલિસબ્રિજ ખુલ્લા રાખવામાં આવ્યા છે, જ્યાં અવરજવર કરી શકાશે.

મણિનગર વોર્ડનો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ 
વધુ એક માહિતી મહત્વની માહિતી આપતા વિજય નહેરાએ જણાવ્યું કે, આજે અમદાવાદમાં વધુ એક વોર્ડને કન્ટેન્મેન્ટ વોર્ડ તરીકે જાહેર કરાયો છે. મણિનગર વોર્ડને કન્ટેન્મેન્ટ વોર્ડ તરીકે જાહેર કરાયો છે. આ સાથે અમદાવાદમાં કુલ 10 જેટલા કન્ટેનમેન્ટ વોર્ડ છે. જેમાં મધ્ય ઝોનમા જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર અને અસારવા છે. દક્ષિણ ઝોનમાં બહેરામપુરા, દાણીલીમિડા અને મણિનગર છે. ઉત્તર ઝોનમાં સરસપુર અને પૂર્વ ઝોનમાં ગોમતીપુરનો સમાવેશ થાય છે. નવા કન્ટેમેન્ટ ઝોનની માહિતી રાજ્ય સરકારને પહોંચાડવામાં આવી છે. 

33 ટકા મૃત્યુ અને સૌથી વધુ કેસ જમાલપુરમાંથી 
લોકો દ્વારા પૂરતો સાથસહકાર મળ્યો નથી. રાજકીય, ધાર્મિક અને તમામ પ્રકારના આગેવાનોને વિનંતી કરું છું તેઓ પણ પોતાની સક્રિય ભૂમિકા ભજવે. લોકડાઉનમાં આ વિસ્તારોમાં જોઈએ એવી સફળતા મળી નથી. આજથી 10 વોર્ડ માટે એએમસીના સિનિયર અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. કોટ વિસ્તારના અને જમાલપુરના નાગરિકોને વિનંતી કરું છુ કે, 33 ટકા મૃત્યુ અને સૌથી વધુ કેસ આ વોર્ડમાંથી છે. તેથી આ બાબતમાં સંપૂર્ણ ગંભીરતા દાખવવી પડશે. આ બાબતની કોઈ પણ નિષ્કાળજી જોખમકારક બની શકે છે. તમારી આ નિષ્કાળજી તમને અને તમારા પરિવાર તથા વિસ્તારોને જોખમમાં મૂકી શકે છે. અન્ય તહેવારોની જેમ રમઝાનની ઉજવણી ઘરની અંદર રહીને કરો. રાત્રે જે લોકો નીકળે છે તેનાથી ચેપ પ્રસરી રહ્યો છે. કેન્દ્ર સરકારની સૂચના મૂજબ, સાંજના 7 થી સવારના 7 સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કારણથી ઘરની બહાર ન નીકળે. 

અમદાવાદના આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં ગઈકાલે નવા કેસ 245 આવ્યા છે. 20 મૃત્યુ હતા. આજે કુલ એક્ટિવ કેસની સંખ્યા 2815 છે. જેમાઁથી 37 લોકો વેન્ટીલેટર છે. તેમજ 2700 લોકો સ્ટેબલ છે. આપણે કુલ ટેસ્ટમાં 30 હજારનો આંકડો વટાવી ચૂક્યા છે. અત્યાર સુધી કુલ 525 લોકોએ કોરોનાને માત આપીને રિકવર થયા છે. આજે એસવીપી હોસ્પિટલમાંથી 50 થી વધુ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news