રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં લેવાયેલા ત્રણ સેમ્પલોમાંથી બેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે અન્ય 1નો રિપોર્ટ બાકી છે. રાજ્ય સરકાર દ્વારા કોવીડ-19 રોગ અંગે એપેડેમીક એક્ટ 1997 અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલમાં ડેટોલ અને ફિનાઇલથી STની 85 બસોની કરાઈ સાફ સફાઈ


આ રોગ 122 દેશોમાં ફેલાયેલો છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 110 કેસ નોંધાયા છે અને 2 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં આ રોગનો એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે કચ્છમાં પણ કોરોનાથી ડરવાના બદલે સાવચેતી રાખવામાં આવે તેવું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ જણાવ્યું હતું.


રાજીનામુ આપનાર જેવી કાકડિયાની પત્નીએ ભરતસિંહ સોલંકી પર લગાવ્યો સણસણતો આરોપ


કચ્છ જિલ્લા પંચાયત મધ્યે કોરોના વાયરસ અંગે આજ રોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડો. પ્રેમકુમાર કન્નર અને સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ ઉપસ્થિત રહ્યાં હતા. અને તેઓએ સરકારી ગાઈડ લાઇન તેમજ અન્ય વિગતો પુરી પાડી હતી.


Live TV:-  


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...