ગોંડલમાં ડેટોલ અને ફિનાઇલથી STની 85 બસોની કરાઈ સાફ સફાઈ
કોરોના વાયરસને લઇને ST તંત્ર પણ સજાગ બન્યું છે. ગોંડલ ડેપોની 85 બસોમાં સીટો ડેટોલ અને ફિનાઇલના પોતા મારી સાફ કરવામાં આવી છે
Trending Photos
ગોંડલ: કોરોના વાયરસને લઇને ST તંત્ર પણ સજાગ બન્યું છે. ગોંડલ ડેપોની 85 બસોમાં સીટો ડેટોલ અને ફિનાઇલના પોતા મારી સાફ કરવામાં આવી છે. આ ડેપોમાં સ્લીપર-8, ગુર્જરનગરી-20, સુપર એક્સપ્રેસ-25, મીની બસ-11, લોકલ-21 બસ મળીને ટોટલ 85 બસની સાફ સફાઈ કરવામાં આવી હતી.
આ ડેપોમાં રોજના 11 હજાર મુસાફરોની અવરજવર છે. બસ સ્ટેન્ડના ટોયલેટમાં પણ હેન્ડવોશ અને ડેટોલ સાબુ મુકવામાં આવ્યો છે. બસની સીટ, હેન્ડલ સીટ, પાઈપ, સ્ટીયરીંગ, સીટનું પુશબેક વગેરેને ડેટોલ અને ફિનાઈલ પોતાથી સાફ કરવામાં આવ્યા છે. તેમજ ગોંડલ બસ સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા માટેના બાકડાની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી.
Live TV:-
ડેટોલ અને ફિનાઈલ દ્વારા હાથ ધરાઈ સાફ સફાઈ ઝુંબેશ
ડેપો મેનેજર જે.આર. અગ્રાવતે જણાવ્યું હતું કે, હાલ કોરોના વાયરસને લઇને અગમચેતીના ભાગરૂપે અને મુસાફરોમાં જાગૃકતા કેળવાય તે માટે બસોમાં ડેટોલ અને ફિનાઈલ દ્વારા સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. આગામી સમયમાં આ ઝુંબેશ રાજ્ય સરકાર દ્વારા સૂચનો ન મળે ત્યાં સુધી ચાલું રાખવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે