ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે ગાધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે અમિત શાહે સભાનું સંબોધન કર્યું હતું. અમિત શાહે સભા સંબધોન સાથે સભામાં ઉપસ્થિત તેમજ ગુજરાતના અને સમગ્ર દેશના લોકોને ધનતેરસની શુભેચ્છાઓ પાઠવી હતી. સભાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં હું સંસદ સભ્ય તરીકે આવ્યું છું. ગાંધીનગર પહેલું કેરોશીન મુક્ત શહેર બન્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે ગરીબી હટાવવાના બદલે ગરીબો હટાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સામે નોંધાઇ ફરિયાદ, પોલીસે જાહેર કરી રેડ કોર્નર નોટીસ


ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સભાનું સંબોધન કરાત અમિત શાહે જણાવ્યું હતું કે, ધનતેરસથી ભાઇ બીજ સુધી સમગ્ર ગુજરાત દિવાળીના તેહવારોમાં તેમના પરિવાર સાથે મિત્રો સાથે તેમજ સગા સંબંધીઓ સાથે વ્યસ્ત રહેતું હોય છે. તે જ સમયે ગાંધીનગર અને અમદાવાદ, આ બે જિલ્લાઓના મારા મત વિસ્તારોમાં બે દિવસ સુધી અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાવમાં આવ્યું છે. આ બે દિવસ ભેગા થઇ કુલ 1378 કરોડ રૂપિયાના કામોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ થવાનું છે. જેમાં કુલ મળીને 32 હજારથી વધુ લાભાર્થીઓને અલગ અલગ પ્રકારના લાભો પહોંચાડવાના કાર્યક્રમના માધ્યમથી શરૂઆત થશે.


આ પણ વાંચો:- અમિત શાહ ભાજપના નેતાઓ સાથે કરી બેઠક, ચૂંટણીમાં હારને લઇને લીધો ક્લાસ


ક્યાંય કોઇ દિવ્યાગને તેના અંગની ઉણપની પૂરતી માટે કૃત્રિમ અવયવો આપવાના હોય, તો કોઇને વ્હિલચેર આપવાની હોય, ક્યાંક કોઇ ગરિબ વિધવાને સહાય આપવાની આપવાની હોય, કે પછી ગરીબ માતાના ઘરમાથી ધૂમાળો મૂક્ત તેમજ કેરોસીન મુક્ત કરવા માટે ગેસના સેલિન્ડર આપવાનું હોય, આવા અનેક પ્રકારના વિકાસના કામો અને વ્યક્તિગત સહાયના કામો આ બે દિવસની અંદર કરવામાં આવશે. આજે હું અહીંયા સંસદ સભ્ય તરીકે આવ્યું છે. તે વખતે ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્રને હૃયદથી અભિનંદન આપવા માગું છું. કે સમગ્ર રાજ્યની અંદર સૌથી પહેલા કેરોસીન મુક્ત જિલ્લો બનાવાનું શ્રેય ગાંધીનગર જિલ્લાને મળ્યું છે.


આ પણ વાંચો:- ભાવનગર: સત્યનારાયણ રોડ પર યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા


આજે 1000 બહેનોને ઓએનજીસીની સહાયતાથી ગેસ કિટ આપવામાં આવશે અને જે દિવસે 16000 હજાર બહેનોને ગેસની કિટ આપવાનું કાર્ય પૂર્ણ થશે. તે દિવસે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં એક પણ ઘર એવું નહી હોય જ્યાં માતાએ બહેને કે દિકરીએ ચુલો ફૂકવા પડે એવી સ્થિતિ ઉભી થાય. લગભગ આઝાદીના 70 વર્ષ સુધી કેટલાય વડાપ્રધાનો અને કેટલીય સરકારો આવીને ગઇ અને બધાએ ભેગા થઇને દેશભરની અંદર 13 કરોડ ગેસના સિલિન્ડરો આપ્યા અને 13 કરોડોમાંથી લગભગ 10 કરોડ કરતા વધુ ગેસ સિલિન્ડર શહેરી વિસ્તારોમાં છે.


આ પણ વાંચો:- રંગીલુ રાજકોટ: દિવાળીના તહેવારને ધ્યાને રાખી રંગારંગ કાર્યક્રમોની આજથી શરૂઆત


જ્યારે ગ્રામિણ વિસ્તારમાં ગરીબને ત્યાં 3 કરોડ સિલિન્ડર છે. 2014માં ભારતીય જનતા પાર્ટીના નેતા અને આપણા પોતાના નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા અને 70 વર્ષમાં 13 કરોડ સિલિન્ડર આપ્યા તેની સામે નરેદ્રભાઇએ 5 વર્ષની અંદર 13 કરોડ સિલિન્ડર આપવાનું કામ કર્યું છે. ત્યારે આ 13 કરોડમાંથી 8 કરોડ ગરીબો અને ગ્રામિણ વિસ્તારમાં આપવાનું કામ કર્યું છે. જેને લઇ હજારો નવી એજન્સીઓ આપવી પડી, ગેસના બાટલા બનાવવાના કારખાના શરૂ કરવા પડ્યા, ગેસ આયાત કરવાની વ્યવસ્થા કરવી પડવી, તેના વિતરણનું સમગ્ર વૈજ્ઞાનિક તંત્ર ગોઠવવાની શરૂઆત કરવી પડી હતી.


આ પણ વાંચો:- ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કમળના કાંગરા ખર્યા, પંજાની પકડ બની મજબુત


તેની પાછળ દેશના વડાપ્રધાન અને આપણા નરેન્દ્રભાઇનો એક જ વિચાર હતા કે, કોઇ ગરીબના ઘરમાં કોઇ માતા ધૂમાળો ખાતા ખાતા જીવને નહીં અને તેની ઝૂપડી ધૂમાળાથી ભરેલી ના હોય તેની ઝૂપડીને ધૂમાળાથી મુક્ત કરવા માટે ગેસનું સિલિન્ડર આપવામાં આવ્યું છે. જ્યારે આ ગેસ વિતર અને ગેસની ઉજ્જવલા યોજના દેશ સામે મુકી ત્યારે કોઇને ખબર ન હતી કે તેનાથી કેટલો મોટો ફાયદો થવાનો છે. હમણા એક એન્જીઓને તેની સ્ટડી કરી માત્ર ઉજ્જવલા યોજના અને શૌચાલય દરેક ઘરને આપવાની જે યોજના કરી આ બંને યોજનાના કારણે ગરીબના સ્વાસ્થયની અંદર 70 ટકાથી વધારે સુધારો નોંધાયો છે.


આ પણ વાંચો:- સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે નાગરિકો દ્વારા ધરણા કરવામાં આવ્યા


 જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં હું સંસદ સભ્ય તરીકે આવ્યું છું. ગાંધીનગર પહેલું કેરોશીન મુક્ત શહેર બન્યું છે. ગાંધીનગરમાં 10 કિલોમીટરની અંદર સંકળાયેલી હોસ્પિટલો મળી રહેશે કે આયુષ્યમાન યોજના અંતર્ગત કામ કરતી હશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ વિચારે એને જ આવી શકે કે જેને ગરીબીમાં જીવ્યા હોય, બાળપણ ગરીબીમાં ગયુ હોય, નરેન્દ્ર મોદી જ આ વસ્તુ વિચારી શકે અને કરી શક્યા છે. કોંગ્રેસ તો વર્ષોથી ગરીબી હટાવવાની વાત કરી પણ ગરીબોને હટાવ્યા છે. કોંગ્રેસે ગરીબી હટાવી હોત તો આજે મારા નસીબમાં આ બધા કામો ન આવ્યા હોત.


આ પણ વાંચો:- દિવાળીને ગણત્રીના દિવસો બાકી છે ત્યારે SOGનું સરપ્રાઇઝ ચેકિંગ


2024માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જ્યારે વોટ લેવા જશે. ત્યારે બધાને ખબર છે કે પાણીથી માંડીને તમામ મુશ્કેલી ન પડે તેનું અત્યારથી જ ધ્યાન રાખવામાં આવ્યું છે. મને મારા સંસદીય ક્ષેત્રના વિકાસ સંપૂર્ણ સંતોષ છે. આજે ગાંધીનગરના દસ હજાર લાભાર્થીઓને લાભ આપવાની વાત થવાની છે. ખાસ કરીને દિવ્યાંગો માટેની યોજનાઓ પણ લાભ આપવામાં આવશે. ગાંધીનગરમાં લાલ કૃષ્ણ અડવાણી હોય કે કોઈ પણ સાંસદ હોય તે દરેકે સારા કામો કર્યા છે. એ લોકોએ સારો પાયો નાખ્યો છે. એટલે મારે બહુ મથવાનુ નથી.


આ પણ વાંચો:- દિવાળી સમયે મોદી અને રાફેલ ફટાકડાની માંગ, લોકો કરી રહ્યા છે પડાપડી


ગાંધીનગર દેશનો સૌથી સારો સંસદીય ક્ષેત્ર બને તેવી કામગીરી કરવાની મારી ઇચ્છા છે. મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે વાત દેશ નહીં સમગ્ર દુનિયા જોગણી કરી રહ્યું છે. ગાંધીજીના વિચારો આજે પણ દરેક સમસ્યાના ઉકેલ સમાન છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...