રક્ષિત પંડ્યા/રાજકોટ :કોરોનાનું સંક્રમણ વધતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( saurastra university) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, માત્ર 50 ટકા કર્મચારીઓ સાથે યુનિવર્સિટીનું કામકાજ ચાલશે. યુનિવર્સિટીના અન્ય 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટના ફોર્મનું આવતીકાલથી થનારું વેરિફિકેશન પણ કેન્સલ કરવામાં આવ્યું છે. હવે પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓએ આગામી 9 તારીખ સુધીમાં ઓનલાઈન ફી ભરવાની રહેશે. યુનિવર્સિટીમાં આજે 16 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ 20 કર્મચારીઓ કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. 


જામનગરની જીજી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, યુદ્ધધોરણે દર્દીઓને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડો. નીતિન પેથાણી તાત્કાલિક અસરથી હોમ આઈસોલેટ થયા હતા. તેમજ પોતાના સંપર્કમાં આવેલ તમામ લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. તેના બાદ ડેપ્યુટી રજિસ્ટ્રાર અને બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીના અધ્યાપકો સહિત 50 જેટલા સ્ટાફનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યું હતું. સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ બિલ્ડીંગને સેનેટાઈઝ કરવામાં આવી હતી. જોકે, ઉપકુલપતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 


બહુ ગાજેલા પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું 


આમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ અને સ્ટાફ સહિત કુલ 20 કર્મચારીઓ કોરોના સંક્રમિત છે. જોકે, યુનિવર્સિટીમાં હજી બાકીના 100 જેટલા બાકીના સ્ટાફના ટેસ્ટીંગ બાકી છે. જેમાં વધુ સંક્રમિતો મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. 
 
આ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી એમ.એડ સેમેસ્ટર 4ની વિદ્યાર્થીની શ્રદ્ધા અગ્રવાલને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. પરીક્ષા બાદ વિદ્યાર્થીની ઘરે જતા જ કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો હતો. ત્યારે યુનિવર્સિટીએ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય કોરાના કવચ માટે જાહેર કરેલ એક લાખની સહાય વિદ્યાર્થીનીને આપવામાં આવી હતી. 


ગુજરાતના મહત્વના સમાચાર :


ઓગસ્ટ પૂરો થાય એ પહેલા જ ગુજરાતમાં 100% વરસાદ, ક્યાંક સેન્ચ્યુરી તો ક્યાંક ડબલ સેન્ચ્યુરી...


અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રાજ્યમાંથી મોડું વિદાય લેશે ચોમાસું


બહુ ગાજેલા પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું 


પાલખના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા


પાટણમાં વરસાદનો કહેર, ધોળકડા ગામ સંપર્ક વિહાણુ બન્યું


24 કલાકમાં 5 વાર જામનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ ફેલાયો


મંજૂરી વગર અમદાવાદનું ફેમસ માણેકચોક બજાર બારોબાર શરૂ કરી દેવાયું, થયો વિવાદ