જામનગરની જીજી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, યુદ્ધધોરણે દર્દીઓને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા

વિચલિત કરી દે તેવા દ્રશ્યો હોસ્પિટલમાં ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં મળ્યા હતા. ICU માં ઈકો મશીનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. 20 થી 25 મિનીટમાં આગને કાબૂમાં લેવાઈ હતી. પરંતુ ત્યા સુધી ભારે અફરાતરફી સર્જાઈ ગઈ હતી.

જામનગરની જીજી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, યુદ્ધધોરણે દર્દીઓને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા

મુસ્તાક દલ/જામનગર :કોરોનાકાળમાં ગુજરાતની બીજી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. જામનગરની પ્રખ્યાત જી.જી હોસ્પિટલ (gg hospital jamnagar) ના આઈસીયુમાં આગ ફાટી નીકળી હતી. જામનગરની જૂની જીજી હોસ્પિટલના ICU વિભાગમાં ઈકો મશીનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ICU માં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા હોસ્પિટલ (fire in hospital) માં ચારેતરફ ફરી વળ્યા હતા. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિકો દ્વારા પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરાયા હતા. આગને પગલે જામનગર કલેક્ટર તથા મનપાનું આખુ તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે, 20 થી 25 મિનીટમાં આગને કાબૂમાં લેવાઈ હતી. પરંતુ ત્યા સુધી ભારે અફરાતરફી સર્જાઈ ગઈ હતી. વિચલિત કરી દે તેવા દ્રશ્યો હોસ્પિટલમાં ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં મળ્યા હતા. દર્દીઓને હાથમાં ઉપાડીને તાત્કાલિક બહાર કઢાયા હતા. આઈસીયુમાં દાખલ તમામ 9 દર્દીઓને સુરક્ષિત બહાર કઢાયા હતા. આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. 

આઈસીયુના ઈકો મશીનમાં શોર્ટ સર્કિટ થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં જૂની અને નવી એમ બે જીજી હોસ્પિટલ આવી છે. જેમાં જૂની હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. જામનગરની જૂની જીજી હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં ગંભીર હાલતમાં સારવાર લેતા દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જોકે, આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર નથી લઈ રહ્યાં. પરંતુ જામનગરની સૌથી મોટી હોસ્પિટલ છે, જેમાં જામનગર જિલ્લાના હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેતા હોય છે. આઈસીયુ સેન્ટરમાં મોટા એસી પણ લાગે છે. જેથી આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રશાસન દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આઈસીયુના ઈકો મશીનમાં શોર્ટ સર્કિટ થયું હતું, જેથી આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગવાથી સંખ્યાબંધ દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેથી ભારે અફરાતફરી સર્જાઈ હતી. દર્દીઓને હાથમાં ઉંચકીને બહાર લઈ જવાયા હતા. તો આઈસીયુમાંથી ધુમાડા બહાર નીકળતા દેખાયા હતા.  

સુપરિટેન્ડન્ટે કહ્યું, બધા દર્દીઓને બચાવી લેવાયા 
સુપરિટેન્ડન્ટ દીપક તિવારીએ આગની ઘટના વિશે જણાવ્યું કે, સામાન્ય નુકસાન થયું છે. આઈસીયુમાં 9 દર્દીઓ દાખલ હતા. બધાએ ભેગા થઈને દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી લીધા હતા. દર્દીઓને અન્ય વોર્ડમાં સારવાર માટે ખસેડાયા છે. આગની પરિસ્થિતિ વચ્ચે રાહત આપતા સમાચાર એ હતા કે, આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આઈસીયુમાં ક્રિટિકલ દર્દીઓ હતા, જેઓને લોકો દ્વારા હાથમાં ઉંચકીને તાત્કાલિક બહાર કઢાયા હતા.

નવરાત્રિ માટે સરકાર આપી શકે છે છૂટછાટ, રાજકોટના આયોજકે કરી પાસ બુકિંગની જાહેરાત 

જાનહાનિ નહિ, તાત્કાલિક આગ કાબૂમાં લેવાઈ 
ફાયર વિભાગની ટીમે 20 થી 25 મિનીટમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ત્યારે પ્રશાસન દ્વારા રાહતનો શ્વાલ લેવાય હતો. દર્દીઓને તાત્કાલિક બહાર કાઢીને અન્યત્ર સારવાર માટે ખસેડાયા હતા. આગને પગલે કલેક્ટર તથા મનપાના અધિકારીઓ પણ તાત્કાલિક પહોંચી ગયા હતા.  

ગુજરાતમાં આગ લાગવાનો બીજો બનાવ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગનો બનાવ હજી તાજો જ છે. જેમાં કોરોનાના 8 દર્દીઓના મોત નિપજ્યા હતા. જોકે, એક મહિનાની અંદર હોસ્પિટલમાં આગ લાગવાનો ગુજરાતનો આ બીજો બનાવ છે. ત્યારે શું ગુજરાતની હોસ્પિટલો જ સલામત નથી એવા પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. વારંવાર કેમ આઈસીયુમાં જ આગ લાગે છે. શ્રેય હોસ્પિટલમાં પણ આઈસીયુમાં જ આગ લાગી હતી. બીજો સવાલ એ પણ છે કે, શું ઈકો મશીનમાં ખામી હતી અને જો ખામી હતી તો તંત્રને કેમ તેની જાણ ન હતી. 

વધુ અપડેટ માટે જોતા રહો આગળ....

ગુજરાતના મહત્વના સમાચાર :

ઓગસ્ટ પૂરો થાય એ પહેલા જ ગુજરાતમાં 100% વરસાદ, ક્યાંક સેન્ચ્યુરી તો ક્યાંક ડબલ સેન્ચ્યુરી...

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રાજ્યમાંથી મોડું વિદાય લેશે ચોમાસું

બહુ ગાજેલા પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું 

પાલખના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news