નરેશ ભાલીયા, જેતપુર: લોકડાઉન 3ને લઈને દેશભરના ઉદ્યોગ ધંધાઓ થોડી છૂટછાટ સાથે શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે રાજકોટના જેતપુરના વિશ્વ પ્રસિદ્ધ કોટન પ્રિન્ટિંગ ઉદ્યોગ પણ શરૂ કરવાની શરૂઆત થઇ છે. છેલ્લા 45 દિવસથી બંધ રહેલા સાડીના કારખાના શરૂ થયા હતા. સરકારની ગાઈડ લાઈન મુજબ કારખાનામાં પ્રવેશતા દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સાથે-સાથે દરેક વ્યક્તિને હાથ સેન્ટિટેશન કરવામાં આવે છે. જોવા જઈએ તો દરેક વ્યક્તિનું કડક તપાસ કરીને પછી જ કારખાનામાં પ્રવેશ આપવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોશિએશન જેન્તીભાઇ રામોલીયાએ જણાવ્યું હતું કે 45 દિવસના લોકડાઉન દરમિયાન બંધ રહેલા કારખાનાના મજૂરોએ પોતના વતનમાં જવા માટે ઉત્સુક બન્યા હતા. કારખાનામાં જ કોઈ કામ વગર નવરા બેસી રહેતા, આ કામદારોને કામ શરૂ થતા અને તેવો પણ આનંદમાં આવી ગયા હતા. જયારે કારખાનેદાર માલિકોને તો કારખાના શરૂ થતા તેમના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને અહીં સ્થાઈ રાખવા માટે કારખાનાને ચલાવવા જરૂરી છે. સાથે-સાથે જેતપુરના આ સાડીના કારખાનાને કાયમી ચાલુ કરવા માટે સરકાર આ કારખાનામાં વપરાતા રો મટીરીયલની સપ્લાય સમય સર શરૂ થાય તેવી ગોઠવણ કરે તે પણ જરૂરી છે.


લોકડાઉનના પગલે છેલ્લા 45 દિવસથી મજૂરો પોતના ઘરમાં અને કામ વગરના બેઠા હતા તેમાં પરપ્રાતીય મજૂરો ઘર અને પોતાના રૂમો માં બંધ હોય ઘર જવા માટે ઉત્સુક હતા અને અવારનવાર બહાર આવી જતા હતા. હવે કામ શરૂ થતા અને કારખાના શરૂ થતા ફરીથી કામે લાગી ગયા છે અને ઉત્સાહમાં આવી ગયા છે. અને હવે તેવો રહીને કામ કરશે તે ચોક્કસ છે.


પરપ્રાંતિય મજૂર અલી સૈફએ જણાવ્યું જેતપુરનો સાડી ઉદ્યોગએ દેશના વિવિધ રાજ્યો સાથે જોડાયેલ છે, અને અહીં બનતી કોટન પ્રિન્ટિંગ સાડી અને ડ્રેસ મટીરીયલમાં કલર કેમિકલ અને અન્ય વસ્તુઓ અન્ય રાજ્યોમાંથી આવે છે. ત્યારે સરકાર અને ઉદ્યોગકારોએ કારખાના તો ચાલુ કર્યા છે પરંતુ હાલની પરિસ્થિતિને જોતા જ્યાં સુધી અન્ય રાજ્યોમાં લોકડાઉનના ખુલે ત્યાં સુધી જેતપુરનો આ સાડી ઉદ્યોગ પૂર્વવતઃ શરૂ થઇ શકે તેમ નથી. સાથે અહીં કામ કરતા પર પ્રાંતીય કામદારો પણ લોકડાઉન ખુલતા જતા રહેવાની ભીતિ છે. જે જોતા આ ઉદ્યોગની સ્થિતિ ખુબ નાજુક થઇ શકે છે.


સરકાર દ્વારા હાલ તો જેતપુરના આ સાડી ઉદ્યોગને ફરીથી અંશત રીતે શરૂ કર્યું છે. પરંતુ લોકડાઉન અને હાલની સ્થિતિ જોતા જેતપુરના આ ઉદ્યોગની હાલત ખુબ જ ગંભીર છે અને ભવિષ્ય જોતા સાડી ઉદ્યોગ ફરી પૂર્વતઃ ક્યારે શરૂ થાય તે અનિશ્ચિત છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube