ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે ઉમેરાયું એક નવું છોગુ, ઉ. ગુજરાતમાં નેડાબેડની જેમ હવે પાટણમાં આકાર પામ્યું રણ સફારી
કચ્છ - પાટણ અને બનાસકાંઠા બોર્ડર ઉપર ખાડા ટેકરા અને ઝાડ ઝાંખરીથી ગીચ જંગલ જેવા બોર્ડર એરિયામાં રણ દર્શન માટે વધુ એક પ્રવાસન પોઇન્ટ બનાવવામાં આવતા વિસ્તારની કાયાપલટ થઈ જવાં પામી છે.
પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ જિલ્લાના હદ વિસ્તારના રણમાં નવીન પ્રવાસન સ્થળ તૈયાર થવા પામ્યું છે. જેમાં પ્રવાસીઓ માટે રહેવા, જમવા સહીતની પાયાની સુવિધાઓ સાથે બાળકોને મોજ મસ્તી માટે રમત ગમતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રવાસન સ્થળ વિસ્તારમાં રણ દર્શન, વિવિધ પ્રકારના પ્રાણીઓ નિહાળવા, સાથે ધાર્મિક સ્થળોના દર્શન, સોલાર પ્લાન્ટ, રણમાં મીઠુ પકવતા અગરીયાઓની મુલાકત વગેરે પ્રવાસીઓ નિહાળી શકશે.
ગુજરાતના આ શહેરમાં હાર્ટ અટેકથી ટપોટપ મરી રહ્યાં છે લોકો! જાણો કેમ આવે છે હાર્ટ અટેક
ઉતર ગુજરાતમાં નેડાબેડ સીમા દર્શન બાદ હવે પાટણમાં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ તૈયાર થઈ ગયું છે. જિલ્લાની સરહદે કચ્છ - પાટણ અને બનાસકાંઠા બોર્ડર ઉપર ખાડા ટેકરા અને ઝાડ ઝાંખરીથી ગીચ જંગલ જેવા બોર્ડર એરિયામાં રણ દર્શન માટે વધુ એક પ્રવાસન પોઇન્ટ બનાવવામાં આવતા વિસ્તારની કાયાપલટ થઈ જવાં પામી છે.
ગંભીર સાથે વિવાદ બાદ હવે કોહલીની નવી પોસ્ટ વાયરલ, શેર કર્યો ચોંકવનારો વીડિયો
વન વિભાગ દ્વારા બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી 2.79 કરોડના ખર્ચ એવાલ ગામ પાસે 1 હેક્ટરમાં રણ સફારી બનાવવાનું મે 2022માં શરૂ કરાયું હતું. જેમાં પ્રવાસીઓ માટે રણદર્શન, વસવાટ કરતા પ્રાણીઓ નિહાળવાનો ટાવર સહીત રાત્રે રોકાણ માટેની અધતન સુવિધાઓથી સજ્જ રણ સફારી બનીને તૈયાર થઈ જતા એજન્સી દ્વારા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું છે.
TMKOC: મિસિસ સોઢીએ અસિત મોદી પર લગાવ્યો યૌન શોષણનો આરોપ, પોલીસ ફરિયાદ દાખલ
ટૂંક સમયમાં લોકાપર્ણ કરી પ્રવાસીઓ માટે અગામી સમયમાં ખુલ્લું મૂકવામાં આવનાર હોય ઉત્તર ગુજરાતવાસીઓ સહિત સમગ્ર ગુજરાતને વધુ એક પ્રવાસન સ્થળ જોવાનો લ્હાવો મળશે. રણ સફારી પ્રોજેક્ટનું સંચાલન ઇકો ટુરીઝમ કમિટી કરશે. આ ટુરીઝમ સ્થળ પર રણ સફારીમાં અનેક સુવિધાઓ ઊભી કરાઇ છે જેમાં બાળકો માટે રમત ગમત ના સાધનો, ખુલ્લો ડાયનીગ હોલ, રહેવા જમવા ની વ્યવસ્થા કરવામાં આવી છે તો સાથે આ વિસ્તાર માં રણ દર્શન માં ચિકારા, ઘુડખર જેવા પ્રાણીઓ પણ નિહાળી શકાશે.
PM મોદી આવતીકાલે ગુજરાતને આપશે મહામુલી ભેટ! જાણો સમગ્ર કાર્યક્રમ, કેવી છે વ્યવસ્થા?
આસપાસના 10 થી 20 કિલોમીટરના અંતરમાં વરુણી માતાજી મંદિર , ઇશ્વરીયા મહાદેવ મંદિર સંગત માતાના પ્રાચીન મંદિર , સરગુડી બેટ , ચારણકા સોલાર પ્લાન્ટ તેમજ રણ માં અગરિયા લોકો કેવી રીતે મીઠુ પકવે છે તે પણ નિહાળી શકાશે આ પ્રવાસન સ્થળ પર પહોંચવા માટે પાટણ - રાધનપુર - સાંતલપુર - સાંતલપુર થી ગરામડી ગામ થી મઢુત્રા થી જાખોત્રા થી વૌવા થી એવાલ આ પ્રકાર નો રૂટ રહેવા પામ્યો છે.