મૌલિક ધામેચા/ગાંધીનગર: દેશના સૌથી મોટા કબુતર બાજની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. ભરત રામાભાઈ પટેલની ઉર્ફે બોબીની સ્ટેટ મોનિટરીંગ સેલે ગાંધીનગરથી ધરપકડ કરી છે.  2019થી કબુતર બાજી કરતા બોબીએ કેટલા લોકોને ગેરકાયદે અમેરિકા મોકલ્યા અને તેની પાછળ કોણ કોણ સંડોવાયેલ છે તે મામલે વિઝીલન્સની ટીમે તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપી દરિયાપુરના મનપસંદ જિમખાના કેસમાં ફરાર હોવાથી પોલીસે તે કેસમાં તેની ધરપકડ કરી છે. જોકે બોબીની તપાસ બાદ કબુતરબાજીના રેકેટમાં મોટા ખુલાસા થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેટ મોનિટરિંગ સેલની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ ભરત ઉર્ફે બોબી પટેલ ને ભાડજ પાસેથી ચોક્ક્સ હકીકત આધારે પકડી લેવામાં આવ્યો. બાદમાં તપાસ કરતા અમદાવાદના વાડજ તથા ચાંદખેડામાં વિઝાની ઓફિસ ધરવા ગેરકાયેદે લોકોને અમેરિકા મોકલતો હોવાનું સામે આવતા બન્ને ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી. જયાંથી 94 જેટલા પાસપોર્ટ કબ્જે કરવામાં આવ્યા. મહત્વનું છે કે આરોપી યુરોપીયન દેશના ટુરિઝમ વિઝા અપાવી ગેરકાયદે અમેરિકાની બોર્ડર પાર કરાવતો હતો. આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે તેની વિરુધ્ધ મહેસાણા, ક્રાઈમ બ્રાંચ અમદાવાદ, સીઆઈડી ક્રાઈમ , દિલ્હી અને કલકત્તા માં પણ કબુતર બાજીના ગુના નોંધાયેલા છે. 


ભૂવાઓએ પરિવાર પાસેથી 35 લાખ ખંખેર્યા,કહ્યું; 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે...
આ પણ વાંચો: અમદાવાદનું SVPI એરપોર્ટ પસંદગીનું એરપોર્ટ બન્યુ! VIPsની અવરજવરમાં સર્જ્યો વિક્રમ
આ પણ વાંચો: હવે ટ્રાફીક ફ્રી બનશે એસજી હાઇવે, વૈષ્ણોદેવી સર્કલ અંડરપાસ ખુલ્લો મુકાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube