છોટા ઉદેપુર: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીમાં મોટે પાયે નુકશાન થવા પામ્યું હતું. જેને લઈને ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા બોડેલી અને નસવાડીના પુરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમા પાણી ફરી વળ્યાં હતા, જેને લઈને ખેતીના પાકને મોટા પાયે નુકશાન થવા પામ્યું હતું. ખાતર, બિયારણ મોંઘા ભાવનું ખરીદેલું હોવા છતાં પાણીમાં તણાઈ જવા પામ્યું હતું. લોકોના ખેતરો ધોવાઈ ગયા હતા, જેને લઈને ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી દ્વારા ખોડીયા, નસવાડી, પાણેજ ગામોના પુરગ્રસ્તોની લોકોની મુલાકાત લીધી હતી અને નુકશાનીનો તાગ મેળવ્યો હતો.


કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અતિવૃષ્ટિથી ખેતીમાં થયું નુકસાન છે. રાજ્ય સરકાર વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય કરશે. હાલ ખેતી સહિત પશુપાલનના નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે. સર્વે રિપોર્ટ પછી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવશે અને જરૂર પડશે તો કેન્દ્ર સરકાર પાસેથી પણ મદદ માંગવામાં આવશે. 


જયારે આ બાબતે કૃષિમંત્રી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, ખેતીમાં નુકશાનીનું મોટાપાયે સર્વે પૂરું થયું છે અને જે સર્વે બાકી છે એ એક બે દિવસમાં પૂરું કરી તેનો એહવાલ આવેથી એ બાબતે ચર્ચા વિચારણા કરી જલ્દીથી જલ્દી ખેડૂતોને મદદરૂપ થવા જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube