અંજાર : તાલુકાના સતાપર નજીક નવનિર્મિત આહીર કન્યા છાત્રાલયનુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિશાળ પરિસરમાં બનાવવા આવેલા આ સંકુલમા વિદ્યાલય સાથે કન્યા છાત્રાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંજારના સતાપર નજીક આહીર કન્યા છાત્રાલયનુ ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: પૂર્વ પતિએ મહિલાને ચપ્પુના 27 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર


કાર્યક્રમની શરૂઆતમાં તકતીનુ અનાવરણ અને રીબીન કાપીને આ કન્યા વિદ્યાલય અને છાત્રાલયને મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આહીર સમાજ દ્વારા કન્યા કેળવણી અંગે કરેલી પહેલને બિરદાવી હતી. રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અંગે કરવામાં આવે રહેલી કામગીરી અને યોજનાઓ અંગે વિગતો આપી હતી. તેમજ આ સંકુલ નજીક સરકારી જમીન પણ આહીર સમાજના કન્યા કેળવણીના આ કાર્યમાં આપવાની જાહેરાત કરી હતી, તેમજ આ સંકૂલના વિદ્યાલયમા સ્માર્ટ ક્લાસ ચાલુ કરવા અને આધુનિક શિક્ષણ પધ્ધતિ અપનાવી કન્યા કેળવણી કરવા આહ્વાન કર્યું હતું.


છોટાઉદેપુરમાં ટીમલી લોહીયાળ બની, એક સ્ટેપ જેવી સામાન્ય બાબતે બે યુવાનોની હત્યા


આ કન્યા વિદ્યાલય અને છાત્રાલય અંગે આહીર સમાજના પ્રમુખ ત્રિકમભાઈ આહીરે જણાવ્યું હતું કે, આ છાત્રાલયમા 1500 કન્યા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે 2500 વિદ્યાર્થીનીઓ માટે ધોરણ 12 સુધીનો અભ્યાસ થઈ શકે તે માટેની મંજૂરી મળી છે. આ સંકુલ માટે જમીન આપનાર દાતા વાસણભાઈ વીસાભાઈ આહીરે જણાવ્યું કે, સમાજની દિકરીઓ ભણે તે માટે જમીન સમાજને સમર્પિત કરી છે. આજે કન્યા કેળવણીનુ મોટુ સંકુલ આકાર પામ્યું છે તે આનંદની બાબત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube