ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. દિવગંત વરિષ્ઠ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પાર્ટી હાઈકમાન્ડને નિરાશા જાહેર કરીને પાર્ટી છોડવાનો સંકેત આપી દીધો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, રાહ જોતા જોતા થાકી ગયો છું, હાઈકમાન્ડ પાસેથી કોઈ પ્રોત્સાહન મળતું નથી. મારો વિકલ્પ ખુલ્લો રાખી શકું છું...!!!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત મહિનાના અંતમાં અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, રાજનીતિમાં ઔપચારિક પ્રવેશ વિશે હજુ સુધી ચોક્કસ નથી. જો કે, તેઓ તેમના જિલ્લામાં ભરૂચ અને નર્મદામાં પડદા પાછળ પક્ષ માટે કામ કરશે. રવિવારે એક ટ્વીટમાં ફૈઝલે કહ્યું હતું કે, 1લી એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મુલાકાત લઈશ.


'બાર વરસે બાવો જાગ્યો'; સિનિયર ક્લાર્કે પુત્રી, પુત્રવધૂને ખોટી રીતે નોકરી ચઢાવતા 12 વર્ષે ભાંડો ફૂટ્યો


વર્ષના અંતમાં થનાર છે ચૂંટણી
ફૈઝલે ટ્વીટમાં આગળ લખ્યું હતું કે, મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને અમારા મુખ્ય ધ્યેયને પૂર્ણ કરવા માટે જો જરૂર પડશે તો મોટા ફેરફારો કરશે.


ત્યારબાદ આજે ફૈઝલ પટેલના ટ્વીટના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ફૈઝલે કહ્યું હતું કે તે અત્યારે રાજકારણમાં જોડાઈ રહ્યો નથી અને પાર્ટીમાં જોડાવાની ખાતરી નથી. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.


ફૈઝલ પટેલે જે તે સમયે પોતે સક્રિય રાજકારણમાં ન હોવાનો દાવો કર્યો હતો. સૂત્રોનું માનીએ તો ફૈઝલ પટેલ ભરુચની વાગરા બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે. ફૈઝલ પટેલ સક્રિય રાજકારણમાં આવવા માટે તૈયારી કરી રહ્યા છે. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી, જેના કારણે જ તેમણે ટ્વીટ કરીને આ નારાજગી બતાવવી પડી છે. જો કે તેમણે ટેલીફોનિક વાતચીતમાં પક્ષ છોડવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.


ગોરખનાથ મંદિરમાં થયેલા હુમલામાં ગુજરાત કનેક્શન ખુલ્યું; ગુજરાત ATS જશે UP, આરોપીને લઈને થયા ખુલાસા


કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ કહ્યુ કે, આવી કોઈ માહિતી અમને હજુ મળી નથી. અહેમદ પટેલ અમારા વરિષ્ઠ નેતા રહ્યા છે અને તેમણે હંમેશા સમાજ માટે કામ કર્યું છે. તથા અહેમદ પટેલનો પરિવાર હમેશાં કોંગ્રેસમા જ છે અને કોંગ્રેસી તરીકે રહેશે તેવું મનિષ દોશીએ જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube