ખેડૂતો સાવધાન! ગુજરાતમાં કરોડોની જમીનમાં તોડ કરતી ગેંગનો પર્દાફાશ, અનેક લોકોનું કરી નાંખ્યું!
Ahmedabad News: શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચમાં ગુનેગાર હદ પાર કરી જતા હોય છે. તેના અનેક બનાવો સમાજમાં બની રહ્યા છે. અસલાલી પોલીસના સંકજામાં ઉભેલા આ શખ્સનું નામ છે ઘનશ્યામ સિંહ સોલંકી છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેર, જિલ્લો, ગાંધીનગર અને મહેસાણાની જમીનના ભાવ વધતાની સાથે જ ગેંગએ જમીન ઘસી નાખવાનું શરુ કર્યું. આ ગેંગે જમીનના સોદામાં ખોટા દસ્તાવેજો ઉભા કરી તોડ કરવાનું શરૂ કરતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.
શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચમાં ગુનેગાર હદ પાર કરી જતા હોય છે. તેના અનેક બનાવો સમાજમાં બની રહ્યા છે. અસલાલી પોલીસના સંકજામાં ઉભેલા આ શખ્સનું નામ છે ઘનશ્યામ સિંહ સોલંકી છે. આ છે એક એવો ગઠીયો જેણે ખેડૂતોની જમીનમાં બોગસ બાનાખત તૈયાર કરીને તોડબાજી નો ધંધો શરુ કર્યો હતો. ખેડૂતની જમીનનો બોગસ બાનાખત તૈયાર કરે અને બાદમાં કોર્ટ દીવાની દાવા કરીને ખેડૂતો અને જમીન ખરીદનાર પાસે લાખો કરોડો રૂપિયાનો તોડ કરતી આ ટોળકી પહેલી વખત પોલીસ સામે આવી છે. જેને લઈ તપાસ શરૂ કરી છે.ત્યારે ફરાર મુખ્ય આરોપી નીરવ ઝવેરી પોલીસ ગિરફ્ત થી હજુ પણ દૂર છે.
અ'વાદમાં કોર્પોરેટરને લોકોએ કારમાંથી ઉતારીને ચખાડ્યો મેથીપાક, હોસ્પિટલમાં કરાયા દાખલ
અમદાવાદ શહેર, જિલ્લો, ગાંધીનગર અને મહેસાણાની જમીનના ભાવ ઉંચા પહોંચતા ગઠિયાઓએ જમીનના સોદા માં ખોટા લીટીગેશન ઊભા કરી તોડબાજી નો ધંધો શરૂ કર્યો હતો. જેને લઈ એસઆઇટી અને CID ક્રાઇમમાં ફરિયાદ વધવા લાગી હતી. જેની તપાસ કરતા અસલાલી પોલીસે મૂળ સાણંદના રહેવાસી ઘનશ્યામભાઈ સોલંકીની ધરપકડ કરી છે. જે ખેડૂત માલિકોની જમીન ના ટાઈટલ મેળવી, બનાવટી સહી ઓ કરી ખોટા વાઉચર બનાવી જમીન પર પોતાનો હક રજૂ કરતા હતા.
ગુજરાતની જેમ UP પણ વિશ્વફલક પર ઝળહળશે! ગુજરાતના આ જાણીતા ઉદ્યોગપતિઓ કરશે કાયાપલટ
જમીન માલિકના નામ ના ખોટા વાઉચર બનાવી કોર્ટમાં ખોટા રેકોર્ડ ના આધારે હક દર્શાવવાના અને તોડ કરવાના ગુનામાં માસ્ટરમાઈન્ડ તરીકે નીરલ ઝવેરી છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. અસલાલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ માં 15 વીઘા જમીન કે જેની કુલ કિંમત કરોડો રૂપિયાની થાય છે. તેવી જમીન પચાવી લેવા આરોપીઓએ જમીન માલિક ને 15 લાખ રૂપિયા આપ્યા હોવાનો બનાવટી વાઉચર બનાવી જમીન પર કબજો કર્યો હતો.
કેન્સરના ભરડામાં ગુજરાત! માત્ર નવ મહિનામાં જ સરકારી હોસ્પિટલમાં નોંધાયા અધધ... દર્દી
પોલીસે ઘનશ્યામ સિંહ સોલંકી ની ધરપકડ કરી તપાસ કરતા અલગ-અલગ 17 જમીન માલિકોની 25 જમીન ઉપર ખોટા લીટીગેશન ઉભા કર્યા હતા. જેની પોલીસ તપાસ કરી રહી છે. આ ગેંગના મુખ્ય આરોપી નીરવ ઝવેરીની ધરપકડ બાદ અન્ય સંખ્યાબંધ ભોગ બનનાર સામે આવશે. જેમની માલિકીની જમીન ટાઈટલ ક્લિયર કરવા આરોપીઓ લાખો કરોડો રૂપિયા પડાવતા હતા