ગુજરાતની જેમ UP પણ વિશ્વફલક પર ઝળહળશે! ગુજરાતના આ જાણીતા ઉદ્યોગપતિઓ કરશે કાયાપલટ

ગુજરાતના ઉદ્યોગપતિઓને યુપીમાં રોકાણ માટે સીએમ યોગીની ટીમ અમદાવાદમાં મુલાકાત કરી હતી. જેમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ પહેલા યુપી સરકારને મોટી સફળતા મળી છે. જેમાં યુપી સરકારને 25 હજાર કરોડના રોકાણ માટે પ્રસ્તાવ મળ્યો છે. ટોરેન્ટ ફાર્માએ 24 હજાર કરોડ અને અમુલ ઈન્ડિયાએ 1 હજાર કરોડ માટે MoU કર્યા છે.

ગુજરાતની જેમ UP પણ વિશ્વફલક પર ઝળહળશે! ગુજરાતના આ જાણીતા ઉદ્યોગપતિઓ કરશે કાયાપલટ

અતુલ તિવારી/અમદાવાદ: ઉત્તર પ્રદેશને ન્યુ ઈન્ડિયાનું ગ્રોથ એન્જિન બનાવવા અને GIS-23માં રોકાણકારોને આમંત્રિત કરવા માટે, CM યોગીની ટીમ ગુરુવારે સવારે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચી છે. અહીં તેઓ બિઝનેસ ટુ ગવર્નમેન્ટ (B2G) મીટિંગ્સ અને રોડ શોમાં ભાગ લેશે. યોગી સરકારની ટીમ અમદાવાદ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ માટે અમદાવાદ પ્રવાસે છે, ત્યારે સમગ્ર દેશની નજર હાલ ગુજરાત તરફ મંડરાયેલી છે.

આજે મળેલી બેઠકમાં ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ યુપી સરકારના પ્રતિનિધિમંડળ સાથે રોકાણ અંગે ચર્ચા કરી, પ્રતિનિધિમંડળે 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન લખનૌમાં યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને આમંત્રણ પણ આપ્યું હતું. આ સિવાય યુપી સરકારના પ્રતિનિધિમંડળ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પણ મોટી બેઠક મળી છે. જાણીતા ઉદ્યોગપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર (કોર્પોરેટ) અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ B2G બેઠકમાં ભાગ લીધો હતો.

ગુજરાતના ઉદ્યોગપતિઓને યુપીમાં રોકાણ માટે સીએમ યોગીની ટીમ અમદાવાદમાં મુલાકાત કરી હતી. જેમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ પહેલા યુપી સરકારને મોટી સફળતા મળી છે. જેમાં યુપી સરકારને 25 હજાર કરોડના રોકાણ માટે પ્રસ્તાવ મળ્યો છે. ટોરેન્ટ ફાર્માએ 24 હજાર કરોડ અને અમુલ ઈન્ડિયાએ 1 હજાર કરોડ માટે MoU કર્યા છે. અમુક ઈન્ડીયા સમૂહે યુપી સરકાર સાથે 900 કરોડના MoU કર્યા છે. પશ્ચિમ યુપીમાં બાગપત ખાતે અમુલ ઈન્ડીયા નવું પ્લાન્ટ લગાવશે. જેમાં 800 કરોડના રોકાણથી નવો ડેરી પ્લાન્ટ તૈયાર થશે. જેમાં 100 કરોડના રોકાણથી દૂધ કલેક્શન યુનિટની ક્ષમતા વધારવામાં આવશે. 10 લાખ લીટર પ્રતિદિવસની ક્ષમતા વધારીને 25 લાખ લીટર પ્રતિદિવસ દૂધ કલેક્શન કરાશે.

ટોરેન્ટ ગ્રુપ કરશે 24 હજાર કરોડનું રોકાણ
બીજી તરફ, રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના ACS નવનીત સહગલે ટ્રાન્સસ્ટેડિયા ગ્રૂપ અને અમૂલ ગ્રૂપના સીઈઓ જયન મહેતા સાથે મુલાકાત કરી હતી.ટોરેન્ટ ગ્રુપે રૂ.24000 કરોડનું યુ.પીમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી છે. ટીમ અમદાવાદ ત્રણ ડઝનથી વધુ દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન મુલાકાત કરશે, જ્યારે રોડ શોમાં ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓ સામેલ થશે. આ મુલાકાત બિઝનેસ ટુ ગર્વમેન્ટ (B2G)ના આધાર પર હશે. જે શુક્રવારે સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી. જ્યારે બીટુજી અને રોડ શોમાં સીએમ યોગીની ટીમ અમદાવાદના ઉદ્યોગપતિઓને યુપીમાં રોકાણ કરવાના અવસરોની જાણકારી આવશે અને તેમને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

કોણ છે UP સીએમ યોગી આદિત્યનાથની ટીમમાં?
ઉલ્લેખનીય છે કે, સીએમ યોગીની ટીમ અમદાવાદમાં બે કેબિનેટ અને એક રાજ્યકક્ષાના મંત્રી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ પહોંચ્યા છે.  અમદાવાદમાં સીએમ યોગીની ટીમમાં કેબિનેટ મંત્રી અરવિંદ કુમાર શર્મા, જિતિન પ્રસાદ અને રાજ્યકક્ષાના મંત્રી જયેન્દ્ર પ્રતાપ સિંહ રાઠોડનો સમાવેશ થાય છે. જ્યારે વરિષ્ઠ અધિકારીઓમાં MSME અને ટેક્સટાઈલ વિભાગના ACS અમિત મોહન પ્રસાદ, રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના ACS નવનીત સહગલ, CM યોગીના સલાહકાર અવનીશ કુમાર અવસ્થી, જ્ઞાનેન્દ્ર નાથ સિંહ, YIDAના એડિશનલ CEO રવિન્દ્ર કુમાર અને UPNEDAના ડિરેક્ટર અનુપમ શુક્લાનો સમાવેશ થાય છે. આજે યુપી સરકારના પ્રતિનિધિમંડળ દ્વારા B2G (બિઝનેસ ટુ ગવર્મેન્ટ) બેઠક યોજાશે અને સાંજે રોડ શો કરવામાં આવશે. B2G બેઠકમાં 30 કરતા વધુ ઉદ્યોગપતિઓ સામેલ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news