અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર નરમ પડતા હવે મોટા ભાગનાં વેપાર ધંધા અને ઓફીસો તબક્કાવાર શરૂ ખરી દેવાઇ છે. અમદાવાદીઓનાં મનમાં એક જ સવલ છે કે આ વખતે રથયાત્રા નીકળે કે ગયા વર્ષની જેમ જ ભક્તોને પ્રવેશ આપવામાં નહી આવે. જો કે આ અંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા યોજવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ રથયાત્રા અંગે સેન્ટ્રલ આઇબીએ એક અહેવાલ તૈયાર કર્યો છે. જે કેન્દ્ર અને રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, અમદાવાદ સહિત તમામ રથયાત્રાનું આયોજન રદ્દ કરવામાં આવે. ત્યારે આ રિપોર્ટનાં આધારે રાજ્ય સરકાર રથયાત્રાનું આયોજન કઇ રીતે યોજે તે અંગે 24 મી જુન બાદ જાહેરાત કરી શકે છે. રાજ્યમાં રથયાત્રા સહિત આવનારા તહેવાર અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 


આ રિપોર્ટમાં જણાવાયું છે કે, રથયાત્રા પરંપરાગત રૂટ પર કર્ફ્યૂ રાખીને જો રથયાત્રા યોજવામાં આવે તો લોકો એકત્ર થઇ શકે છે. જેના કારણે સ્થિતિ વણસે તેવી શક્યતા છે. જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર પ્રદક્ષીણા કરવામાં આવે. જ્યારે ગુજરાતનાં સ્ટેટ આઇબી પણ રથયાત્રા ન યોજવા અંગેનો પ્રાથમિક અહેવાલ અપાયો હતો. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, બીજી લહેર બાદ આપવામાં આવેલ છુટછાટના કારણે લોકો બેદરકાર બની ગયા છે. કોવિડ 19 નિયમોનું સરેઆમ ઉલ્લંઘન ધઇ રહ્યું છે. 


જેમાં ધાર્મિક સ્થળ પર વધારે ભીડભાડ થાય તેવી શક્યચતા છે. ગુજરાતમાં લગ્ન, જન્મ દિવસની પાર્ટી અને અન્ય પ્રસંગોમાં નિયમ મર્યાદા કરતા વધારે લોકો એકત્ર થઇ રહ્યા છે. જો કે થોડા દિવસો અગાઉ રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસ વચ્ચે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં રથયાત્રાને કારણે મહત્વનની ચર્ચા વિચારણા પણ ચાલી રહી છે. આ અંગે રથયાત્રા નિકળે તેવી લોકોની લાગણી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube