અમદાવાદ:  શહેરના પિરાણા ડમ્પિંગ સાઇટ પર શનિવારે સાંજે કચરાના ઢગલામાં 12 વર્ષીય  બાળકી દટાઇ હતી. જો કે 24 કલાક જેટલા સમય છતા પણ બાળકી મળી નથી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મોડી સાંજે ભાઇ-બહેન કચરો વીણતા હતા ત્યારે કચરાનો ઢગલો પડતા બંન્ને દટાયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમે મોડી રાત્રે ભાઇને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. જ્યારે હજી સુધી 12 વર્ષીય બાળકીનો હજી સુધી કોઇ અતોપતો નથી. 9 વર્ષના બાળક અને 12 વર્ષની બાળકી બંન્ને ભાઇ બહેન પિરાણા ડમ્પિંગ સાઇટ ખાતે શનિવારે સાંજે કચરો વીણવા ગયા હતા.કચરો વીણતા વીણતા બંન્ને ભાઇ બહેન પર મોટો કચરાનો ડગલો પડ્યો હતો. જેમાં બંન્ને ભાઇ બહેન દટાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 વર્ષથી વાહનચોરી કરનારા ચોર ઝડપાયો, 7 વખત પાસા પણ ભોગવી ચુક્યો છે


આ ઘટનાને પગલે ફાયરની ટીમ દોડી આવી હતી. ત્યાર બાદ બંન્નેની શોધખોળ હાથ ધરતા 9 વર્ષનો બાળક મળી આવ્યો હતો. જેને બહાર કાઢી લેવાયો હતો. જ્યારે બાળકી આ લખાય છે ત્યાં સુધી મળી નથી. ફાયરની ટીમો જેસીબીની મદદથી કચરો હટાવીને શોધી રહી છે. જો કે કચરાનો ઢગલો ખુબ જ મોટો અને ઝેરીલો ગેસ પણ હોવાથી બાળકીને શોધવાનું કામ મુશ્કેલ બન્યું છે. હાલ ફાયર વિભાગને પણ બાળકી કેટલી ઉંડી છે અને ક્યાં દટાઇ છે તે અંગે માહિતી નથી. જેથી ખુબ જ શાંતિપુર્વક શોધખોળ ચલાવવામાં આવી રહી છે. 


અમદાવાદ : ફિલ્મોના સ્ટંટને પણ ટક્કર મારે તેવો અકસ્માત, બેફામ કાર ચાલકે આશાસ્પદ યુવાનનો જીવ લીધો

જો કે કચરાનો ઢગલો ખુબ જ મોટો અને તેમાં ઝેરી ગેસ પણ હોવાનાં કારણે તેને શોધવાનું કામ ખુબ જ મુશ્કેલ બન્યું છે. હાલ ફાયર વિભાગ પણ બાળકીને શોધી રહી છે. બાળકીને શોધવા માટે ફાયર વિભાગ દ્વારા ખુબ જ મહેનત કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાઇ બહેન પૈકી 9 વર્ષનો બાળક મળી આવ્યો હતો. જેને બહાર કાઢી લેવાયો હતો. જ્યારે બાળકી આ લખાય છે ત્યાં સુધી મળી નથી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube