30 વર્ષથી વાહનચોરી કરનારા ચોર ઝડપાયો, 7 વખત પાસા પણ ભોગવી ચુક્યો છે

શહેરના વાસણા પોલીસે બે વાહન ચોરની ધરપકડ કરી છે. જે છેલ્લા 30 વર્ષથી અનેક વાહન ચોરીના ગુનાઓને અંજામ આપી ચુક્યો છે

30 વર્ષથી વાહનચોરી કરનારા ચોર ઝડપાયો, 7 વખત પાસા પણ ભોગવી ચુક્યો છે

અમદાવાદ: શહેરના વાસણા પોલીસે બે વાહન ચોરની ધરપકડ કરી છે. જે છેલ્લા 30 વર્ષથી અનેક વાહન ચોરીના ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. તાજેતરમાં જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી 9 જેટલા વાહન ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે ધરપકડ કરી વધુ ગુનાના ભેદ ઉકેલવા ની દિશામાં તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે પકડાયેલા આરોપી રાજુ મિસ્ત્રી અત્યાર સુધીમાં વાહન ચોરીના ગુનામાં સાતેક વખત વાસા હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે. 

પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ બંને આરોપીઓનું નામ છે રાજુ ઉર્ફે મહેશ મિસ્ત્રી અને બીજો અશોક પનારા. બંને મિત્રોની એટલી ગાઢ મિત્રતા છે કે, વાહન ચોરી કરવામાં પણ સાથે જ રહેતા. વાસણા પોલીસે આ બંને આરોપીઓને ચોક્કસ બાતમી આધારે ચોરીના વાહન સાથે પકડી પાડતા 9 થી વધુ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા ચોરી કરેલા વાહન ગામડાઓમાં સસ્તી કિંમતે વેચી દેતા હોવાનું પણ સામે આવ્યું છે. 

પકડાયેલા આરોપી રાજુ ઉર્ફે મહેશ મિસ્ત્રી કેટલો રીઢા ગુનેગાર છે કે, અગાઉ પણ અનેક વખત વાહન ચોરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો હોવા છતાં પણ વ્યવસાય જ વાહન ચોરીને બનાવી લીધો. રાજુ અગાઉ પણ ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનમાં ગુનેગાર તરીકે પાસા હેઠળ સાત વખત સજા ભોગવી ચૂકયો છે. જ્યારે અશોક પનારા પણ વાહન ચોરી કરવામાં રાજુની સાથે જ રહેતો. પોલીસની વાત માનીએ તો રાજુ 100 કરતાં વધુ વાહનોની ચોરી કરી ચૂક્યો હશે. રાજુની ચોરી કરવા માટે અલગ જ મોડેસ ઓપરેન્ડી  હતી. કોઈપણ પાર્કિંગમાં પડેલા વાહનોને ડુપ્લીકેટ ચાવીથી ખોલીને અથવા તેનું લોક તોડી સિફતપૂર્વક વાહન ત્યાંથી લઇ ફરાર થઈ જતો. આ પકડાયેલ બંન્ને આરોપીઓ અન્ય જિલ્લાઓમાં મજૂરોને સસ્તી કિંમતે વગર દસ્તાવેજે વેચી નાખતા હોવાનું પણ પૂછપરછ દરમ્યાન સામે આવ્યું છે.

હાલ તો વાસણા પોલીસે રાજુ મિસ્ત્રી અને અશોક પનારાને વાહન ચોરીના ગુનામાં ઝડપી નવ જેટલા વાહન રિકવર કર્યા છે. જ્યારે અમદાવાદના રાણીપ ,સોલા ,વાસણા અને  સેટેલાઈટ પોલીસ સ્ટેશન માં નોંધાયેલ વાહનચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલ્યો છે. ત્યારે વધુ ગુનાનો ભેદ ઉકેલાય તે માટે આરોપીના રિમાન્ડ મેળવી અગાઉ ચોરી કરેલા વાહનો કોને કોને વેચ્યા છે ? અને ક્યાં ક્યાં થી ચોરી કર્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news