અમદાવાદ : ચાંદખેડા ટીપી 44 વિસ્તારમાં આવેલા ફ્લેકમાં બે કોરોના પોઝિટિવ કેસ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશની આરોગ્ય વિભાગની ટીમે કોરોના ટેસ્ટ માટે ગઇ હતી. ત્યારે ફ્લેકમાં એક વ્યક્તિ માસ્ક વગર ફરતો હતો. જેથી કોર્પોરેશનનાં અધિકારીએ માસ્ક પહેરવાનું કહેતા તમે ફ્લેટ કેમ આવ્યા અને તમારી સરકાર કાંઇ પણ નથી કરી રહી અને બોલાચાલી કરી હતી. ચાંદખેડા પોલીસે યુવક સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુજના કોટડા ચકાર નજીકની કેમિકલ કંપનીમાં ભીષણ આગ, દુરદુર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા

કોર્પોરેશનના DYCM કૈલાશનાથન ગુપ્તાને કોઇએ ફરિયાદ કરી હતી કે, ચાંદખેડામાં આવેલા સકલ 24 ફ્લેટમાં પોઝિટિવ કેસ આવ્યા છે. કોરોના રિપોર્ટ નથી થયા. જેથી અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડૉ. હર્ષાબેન જેઠા અને કોરોનાના અધિકારી ડો દિલીપ રાણાની ટીમ ત્યાં પહોંચ્યા હતા. 


ગીર સોમનાથમાં અનરાધાર: ખેડૂતોની કફોડી સ્થિતી, લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબુર

બે કોરોના પોઝિટિવ કેસ હોવાની માહિતી મળી હતી. ફ્લેટનાં તમામ રહીશોની ટેસ્ટની કામગીરી ચાલી રહી હતી. ત્યારે એક વ્યક્તિ માસ્ક વગર ફરી રહ્યો હતો. જેથી ડો દિલીપ રાણાએ માસ્ક પહેરવાનુ કહેતા વ્યક્તિ ઉશ્કેરાયો હતો. તમને સોસાયટીમાં કોણે આવવા દીધા. તમારી સરકાર કાંઇ જ કામ નથી કરી રહી. તેમ કહીને બુમાબુમ કરતા બોલાચાલી કરીને અડચણ કરતા પોલીસને જાણ કરાઇ હતી. ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને યુવકની ધરપકડ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર