ગીર સોમનાથમાં અનરાધાર: ખેડૂતોની કફોડી સ્થિતી, લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબુર

સૌરાષ્ટ્રમાં છેલ્લા 4-5 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હાલ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ઉમેજમાં 4 મકાન ધરાશાયી થયા છે. મકાન ધરાશાયી થતા એક ટ્રેક્ટર મકાનમાં ફાઇ ગયું છે. એક સાથે 4 મકાન પડી જતા અનેક લોકો બેઘર થયા છે. બીજી તરફ ખેતરોમાં પણ પાણી ભરાઇ જતા ખેડૂતોને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. 
ગીર સોમનાથમાં અનરાધાર: ખેડૂતોની કફોડી સ્થિતી, લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબુર

રાજકોટ : સૌરાષ્ટ્રમાં છેલ્લા 4-5 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હાલ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ઉમેજમાં 4 મકાન ધરાશાયી થયા છે. મકાન ધરાશાયી થતા એક ટ્રેક્ટર મકાનમાં ફાઇ ગયું છે. એક સાથે 4 મકાન પડી જતા અનેક લોકો બેઘર થયા છે. બીજી તરફ ખેતરોમાં પણ પાણી ભરાઇ જતા ખેડૂતોને પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. 

બીજી તરફ સતત વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયા છે. ગીર પંથકમાં વરસાદના પગલે તળાવો ઓવરફ્લો થતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. જેના કારણે લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબુર બન્યા છે. દેલવાડાની મચ્છુન્દ્રી નદીમાં ફરી એકવાર ઘોડાપુર આવતા બેઠા પુલ પર 3 ફુટથી વધારે પાણી જઇ રહ્યું છે. છતા પણ લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલપર આસપાસના 12 ગામોનો વ્યવહાર થાય છે.

ગીરગઢડા, પિછવી ગામમાં આવેલા પિછવી તળાવ ભારે વરસાદના પગલે ઓવરફ્લો થયું છે. જેથી ગઢતા તાલુકાના સોનપરા, બોડિદર, કોડીનાર, આલીદર અને ડોળાસા સહિતના ગામો તથા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો અને ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news