Ahmedabad News : AMC નું બજેટ સેશન હાલમાં ચર્ચાને એરણે છે આ સાથે કીરીટ પરમારનો ઉઘડો એ કોર્પોરેટરોમાં ચર્ચાનું કારણ છે. કિરીટ પરમાર અને મહમંદ રફીક શેખની મિત્રતા હવે જાહેરમાં આવી ગઈ છે. ભાજપના પ્રભારીએ સ્પષ્ટ ઉઘડો લેતાં જણાવ્યું હતું કે, મિત્રતા તમારા ઘર સુધી રાખો. અહીં તમે મેયર છો એ ના ભૂલો. મેયરને કારણે બજેટ સેશન મોડી રાત સુધી ચાલવાની સાથે કેટલાક કોર્પોરેટરો બજેટની ચર્ચામાં ભાગ લઈ શક્યા ન હતા. જેને પગલે ભાજપના પ્રભારી મેયર પર નારાજ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMC ની બજેટ બેઠકમાં જે પણ કોર્પોરેટર રજૂઆત કરવાના હોય તેઓ મેયર ઓફ્સિમાં પોતાના નામ લખાવી દે છે અને ત્યારબાદ મેયર ઓફ્સિ તરફ્થી એ સમય હોદ્દેદારોને બોલવા દેવામાં આવતા હોય છે. આ વર્ષોથી ચાલતી પરંપરા છે. દરેક બોર્ડ બેઠકમાં કોર્પોરેટરને ૩૦ થી ૪૦ મિનિટનો બોલવા માટે સમય ફાળવાય છે. જેમાં એ અમદાવાદના વિકાસ અને વોર્ડની રજૂઆતો કરતા હોય છે અને બજેટ મામલે પોતાનો પ્રતિભાવ રજૂ કરતા હોય છે. હાલમાં એએમસીમાં ભાજપનું શાસન છે અને મેયર તરીકે કિરીટ પરમાર છે.  મેયરે બજેટ સેશનના છેલ્લા દિવસે AIMIM ના કોર્પોરેટર એક કલાકથી વધુ સમય માટે બોલવા દેવાનો સમય ફાળવી દીધો હતો. જેને પગલે ભાજપના નેતાઓ બજેટ સેશનની ચર્ચામાં બોલવાની તક ના મળી હોવાની ચર્ચા છે. આ મામલો પ્રભારી સુધી પહોંચતાં ધર્મેન્દ્ર શાહે મેયરનો ઉઘડો લીધો હતો. 


આ પણ વાંચો : 


શિક્ષકોની બદલી અને ભરતીને લઈને મોટા સમાચાર, સરકારે લીધો આ નિર્ણય


શું ધારાસભ્ય કુમાર કાનાણીએ હુમલો કરવા માણસો મોકલ્યા? બસ એસો.ના પ્રમુખનો મોટો આરોપ


AIMIM ના કોર્પોરેટર મહમંદ રફીક શેખે એક કલાક સુધી બજેટમાં ચર્ચા કરી હતી. AMTS ના માથે 3870 કરોડનું દેવું છતાં ચેરમેન અને અધિકારીઓ UK ના પ્રવાસે જવાનો મામલો હાલમાં ચર્ચામાં છે. મ્યુનિસિપલ સહાય પર નભતી સંસ્થાઓના 3 અધિકારીઓ પણ સ્ટડી ટૂરમાં જોડાશે. જેનો આનુષાંગિક ખર્ચ મ્યુનિ ભોગવશે. યુકેમાં 12થી 17 માર્ચે આ સ્ટડી ટુર યોજાવાની છે. 


સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેશનના અધિકારીઓ સાથે AMTS ના ચેરમેન વલ્લભ પટેલને મોકલવા માટે સુધારા દરખાસ્ત રજૂ કરી હતી. આગામી માસમાં એએમટીએસના ચેરમેનની સાથે ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશ્નર અને ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ, ઈન્ચાર્જે ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશ્નર અને જન માર્ગના જનરલ મેનેજર વિશાલ ખનામા ઉપરાંત એએમટીએસના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર આરએલ પાંડે પણ આ સ્ટડી ટૂરમાં જોડાશે. આ સ્ટડી ટૂર માટેનો તમામ ખર્ચ અર્બન ટ્રાન્સપોર્ટ સેપ્ટ યુનિ. તેને મળવાપાત્ર ગ્રાન્ટમાંથી ભોગવશે. અન્ય આનુસાંગિક ખર્ચ એએમસી ભોગવશે.


આ પણ વાંચો : 


પાણી બચાવવાનું અત્યારથી શરૂ કરી દો, શિયાળાના વિદાય પહેલા જ ખાલીખમ થયા ગુજરાતના જળાશય


ડાકોર મંદિરમાં હોળીએ દર્શન સમયમાં કરાયો ફેરફાર, શિડ્યુલ જોઈ જજો નહિ દરવાજા બંધ મળશે