Transfer Of Govt School Teachers : શિક્ષકોની બદલી અને ભરતીને લઈને મોટા સમાચાર, સરકારે લીધો આ નિર્ણય
Transfer Of Govt School Teachers : રાજ્યની પ્રાથમિક શાળાના રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા ઘડાયેલા નિયમોને લઈને હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો છે. શિક્ષકોની અટકી પડેલી બદલી અને શિક્ષકોની નવી ભરતીને લઈ નિવેડો લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મથામણ શરૂ થઈ
Trending Photos
Gujarat Government Big Decision : ગુજરાતના શિક્ષકો માટે નિયમો બદલાય તેવી પૂરી સંભાવના છે. શિક્ષકોની બદલી અને ભરતીના નિવેડા માટે રાજ્ય સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે. જેને પગલે શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થવાની શક્યતા છે. 1 લી માર્ચે બીજી બેઠક મળશે. ગત શુક્રવારે મળેલી પ્રથમ બેઠકમાં સૂચનો લાવવાનું હોમવર્ક અપાયું હતું. સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે, જેમાં સભ્યોની કમિટીમાં શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ, ઉપસચિવ, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ નિયામક (ભરતી), 7 DEO-DPEO અને 4 TPEOનો સમાવેશ કરવામાં આવ્યો છે. જુદી જુદી જોગવાઈઓમાં 250 થી વધારે પિટીશન હાઈકોર્ટમાં કરાઈ છે. જેમાંથી હાલમાં 117 જેટલી પીટિશન પેન્ડિંગ છે. જેને લઈને સરકારે શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી કેમ્પ મોકૂફ રાખવા પડ્યા હતા. સૌથી મોટી સમસ્યા શિક્ષકોની નોકરીમાં બદલીના કેમ્પોને લઈને છે. શિક્ષકો બદલીના નિયમોને લઈને હવે કડક બન્યા છે. એવા પણ આક્ષેપો છે કે સરકારમાંથી મામકાંઓને બદલી આપી દેવાય છે જેવે પગલે વર્ષોથી રાહ જોતા શિક્ષકોની બદલી થઈ રહી નથી.
અટકેલી બદલીનો નિવેડો લાવવા મથામણ શરૂ
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા ઘડાયેલા નિયમોને લઈને હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો છે. શિક્ષકોની અટકી પડેલી બદલી અને શિક્ષકોની નવી ભરતીને લઈ નિવેડો લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મથામણ શરૂ થઈ છે. લઈ ગત ૧૪મી ઓક્ટોબર-૨૦૨૨ના રોજ પ્રસિધ્ધ થયેલા સુધારા ઠરાવ સામે વાંધો પડતાં શિક્ષકો કોર્ટમાં પહોંચ્યા હતા. જેથી આ ઠરાવમાં પણ ફરી સુધારો થાય તેવી સંભાવના છે. બદલીના નિયમોમાં ફેરફાર થાય તો આગામી દિવસોમાં નવા કેવા નિયમો આવે છે એની પર પણ મોટો આધાર છે.
આ પણ વાંચો :
હવે કાર્યવાહી થઈ શકે છે
શિક્ષણ વિભાગે તૈયાર કરેલી આ કમિટીની પ્રથમ બેઠક ગત શુક્રવારના રોજ ગાંધીનગર સ્થિત GCERTમાં યોજાઈ હતી. જેમાં કમિટીના અધ્યક્ષ દ્વારા સભ્યોને નિરાકરણ માટે યોગ્ય સૂચન લાવવા માટે હોમવર્ક અપાયું હતું. જોકે હવે બીજી બેઠક ૧ લી માર્ચના GCERT ખાતે જ મળશે. સુત્રોના જણાવ્યા મુજબ સુધારા કરવા માટે લીગલ અભિપ્રાય માંગ્યા બાદ આગામી કાર્યવાહી કરાઈ શકે છે. રાજ્ય સરકારે આ મામલો હાઈકોર્ટમાં પહોંચતાં બદલી કેમ્પો પણ રદ કરી દેવા પડ્યા છે. સરકાર આ મામલાનું નિરાકરણ લાવવા માગે છે, હવે 1માર્ચે બેઠકમાં આ મામલાનો નિવેડો આવી શકે તેમ છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે