અમદાવાદ : રાજ્યના કોરોનાના કેસ વધી રહ્યા છે. જાહેરમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન જરૂરી છે. આ ગાઇડલાઇનનું પાલન નહી કરનારા સામે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ કાર્યવાહી કરી રહી છે. જેના પગલે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ડ્રાઇવઇન રોડ પર આવેલી મેકડોનલ્ડ રેસ્ટોરન્ટને સીલ કરી છે. રેસ્ટોરન્ટમાં 25 થી વધારે લોકોને નાસ્તો પીરસવામાં આવી રહ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થતું નહી હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં ભારતીય મુળનાં રિસર્ચરની હત્યા, શંકાસ્પદ આરોપીની ધરપકડ

આ ઉપરાંત પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર આવેલા સિનર્જી બિલ્ડિંગમાં 11માં માળે આવેલી સેવિયર ફાર્મા્યુટિકલ કંપનીનાં તમામ સ્ટાફ માસ્ક વગર કામ કરતો હોવાથી ઓફીસને સીલ મારવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આગામી દિવસોમાં મોલ, ખાનગી ઓફીસ અને શો રૂમનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. જો પાલન થતું નહી હોય તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 


Gujarat Corona Update: નવા 1020 કેસ, 898દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા હિમાલયા મોલને અગાઉ પણ સીલ કરી દેવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા જે પણ નિયમોનું પાલન ન થતું હોય તેવી બિલ્ડિંગ અને ઓફીસને સીલ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર