રાજકોટ અને અમદાવાદના NEET સેન્ટરની દેશભરમાં ચર્ચા, વધુ એક પરીક્ષાના કૌભાંડનો રેલો ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા
NEET-UG-2024 Result : NEET પરિણામાં અમદાવાદ અને રાજકોટના કેન્દ્રોના વિદ્યાર્થીઓને 700 થી વધુ માર્કસ આવતા ચર્ચાનો વિષય બન્યો, સંસદ સુધી ગુંજી ઉઠ્યો ગુજરાતનો આ મુદ્દો
Ahmedabad News : NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે સંસદમાં આજે રાજકીય સંગ્રામ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ સમગ્ર સિસ્ટમને ફ્રોડ ગણાવી. તો જવાબ આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, આ નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ-અખિલેશે પાર્લામેન્ટમાં આ મુદ્દો ગજાવ્યો હતો. ત્યારે ગુજરાતના બે સેન્ટરનું પરિણામ નેશનલ સ્તરે ચર્ચામાં રહ્યું છે. રાજકોટ અને અમદાવાદના સેન્ટરમાં થયેલા કાંડની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આજે ચોમાસુ સત્રમાં પાર્લામેન્ટમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમના INDIA ગઠબંધનના સાથી એખિલેશ યાદવે નીટનો મુદ્દો ગજાવ્યો હતો.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત શનિવારે એટલે કે, 20 જુલાઈ 2024ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રથમ વખત NEET-UG-2024નું કેન્દ્ર અને શહેરવાઈઝ પરિણામ જાહેર કર્યું છે. તેના વિશ્લેષણમાં અનેક ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. જેમાં આખા દેશમાં ગુજરાત ચર્ચા પર પહોંચી ગયું છે. અહીંયાં રાજકોટ અને અમદાવાદનાં કેન્દ્રો પર વિદ્યાર્થીઓને 700થી વધુ માર્ક્સ મળ્યા હોવાનું સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અમદાવાદ એટલા માટે ચર્ચામાં છે કે, અહીંયાં ટકાવારી મુજબ 700થી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની યાદીમાં પ્રથમ નંબર આવે છે. અમદાવાદની DPS સ્કૂલ કે જ્યાં 676માંથી 12 અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં 754માંથી 8 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. એટલે કે રાજકોટ RK યુનિવર્સિટીની સરખામણીએ આ બન્ને કેન્દ્રોનાં પરિણામ ખૂબ ઊંચાં માનવામાં આવે છે.
આખું ગુજરાત ગેરરીતિનું હબ બન્યું
Neetની પરીક્ષામાં રાજકોટ કેન્દ્રના ઊંચા અને આશ્ચર્યજનક પરિણામને લઈને NSUIની CBI તપાસની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 8 વર્ષ પહેલા RK યુનિવર્સિટી ઉપર ગેરરીતિ મામલે CBI તપાસ કરી ચૂકી છે. કોંગ્રેસ દ્વારા જણાવાયું કે, આ પરિણામ આશ્ચર્યજનક જ નહિ, પરંતું ચોંકાવનારું છે. આખું ગુજરાત ગેરીરિતીનું હબ બની ગયું છે. પેપર લીક મામલે 22 ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે. 12 વિદ્યાર્થીઓના પરિણામ અને આખા સેન્ટરનું પરિણામ ચોંકાવનારું અને એમને શંકા ઉપજાવનાર છે. સીબીઆઇ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે.
ઉપલેટામાં આભ ફાટ્યું, અનેક ગામ પાણીમાં ગરકાવ, 10 તસવીરોમાં જુઓ કેવી રીતે સૌરાષ્ટ્ર આખું ડૂબ્યું
આર કે યૂનિવર્સીટીનું સૌથી ઊંચું પરિણામ ચોંકાવનારું!
રાજકોટમાં આરકે યૂનિવર્સિટીના યૂનિટ-1 સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ કેન્દ્ર સંખ્યા 22701માં 70 ટકાથી વધુ નીટ-યૂઝી ઉમેદવાર મેડિકલ કોલેજ સીટો માટે ક્વોલિફાઇ કર્યું છે. 1,968 વિદ્યાર્થીઓમાંથી 1,383એ નીટ માટે ક્વોલિફાઇ કર્યું છે. આટલું જ નહીં તેમાંથી 12થી વધુ વિદ્યાર્થીઓએ 700 અને તેના કરતા પણ વધારે માર્ક્સ મેળવ્યા છે. 115 વિદ્યાર્થીઓએ 650 માર્ક્સ, 259એ 600 માર્ક્સ,403એ 550થી વધુ માર્ક્સ અને 598 વિદ્યાર્થીઓએ 500થી વધુ માર્ક્સ મેળવ્યા છે. એક વિદ્યાર્થીએ પરફેક્ટ 720 માર્ક્સ પણ મેળવ્યા છે. NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ રાજકોટની આરકે યૂનિવર્સિટીના પરીક્ષાના પરિણાણને લઇને શંકા ઉભી થઇ રહી છે.
તાજેતરમાં જ ગોધરાના એક પરીક્ષા કેન્દ્રમાંથી પેપર લીક થયા બાદ પરીક્ષાને રદ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાની તપાસ CBI કરી રહ્યું છે. ત્યારે વધુ એક પરીક્ષાના કૌભાંડનો રેલો ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે.
હવે વટનો સવાલ! નવઘણજીએ કહ્યું, બનાસકાંઠાનું રિઝલ્ટ ટ્રેલર છે, 2027 માં પિક્ચર આવશે