ઉપલેટામાં આભ ફાટ્યું, અનેક ગામ પાણીમાં ગરકાવ, 10 તસવીરોમાં જુઓ કેવી રીતે સૌરાષ્ટ્ર આખું ડૂબ્યું

Gujarat Rains : રાજ્યમાં મેઘાની તોફાની બેટિંગ યથાવત્... સવારે 4 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં વરસાદ... સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ... ગીરસોમનાથના ગીરગઢડામાં 4 કલાકમાં પોણા 5 ઈંચ વરસાદ... જૂનાગઢના માણાવદરમાં પણ વરસ્યો 4.5 ઈંચ વરસાદ... રાજકોટના ઉપલેટામાં 2 કલાકમાં ખાબક્યો 3 ઈંચ વરસાદ... જૂનાગઢના કેશોદમાં વરસ્યો પોણા 3 ઈંચ વરસાદ.... સુરતના ઉમરપાડા, પોરબંદરના રાણાવાવમાં 2.5 ઈંચ... રાજ્યના 31 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ... 14 તાલુકામાં વરસ્યો 2 ઈંચથી વધારે વરસાદ...

ઉપલેટામાં ફાટ્યું આભ

1/11
image

રાજકોટના ઉપલેટામાં ફાટ્યું આભ... લાઠ ગામ થયું પાણી પાણી... મજેઠી ગામમાં પણ જળબંબાકાર... જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી... રસ્તાઓ પણ થયા બંધ... 

વહેલી સવારથી વરસાદી માહોલ

2/11
image

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આજે પણ ધમાકેદાર વરસાદ.. વહેલી સવારે 69 તાલુકામાં વરસાદ... ગીરગઢડા અને કેશોદમાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ... તો ઉમરપાડામાં પણ 2 ઈંચ વરસાદ...

ભીમોરા ગામ વચ્ચેથી નદી વહી

3/11
image

રાજકોટના ઉપલેટા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો.... ઉપલેટા તાલુકાના ભીમોરામાં ધોધમાર વરસાદથી ચારે તરફ ભરાયા પાણી....ભીમોરામાં ગામ વચ્ચેથી નદીઓ વહેતી થઈ... લોકોના ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી...

મજેઠી ગામ જળમગ્ન થયું

4/11
image

રાજકોટમાં ઉપલેટાના મજેઠીમાં ધોધમાર વરસાદ... મેઘરાજાએ તોફાની બેટિંગથી મજેઠી ગામ થયું પાણી પાણી.... સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો.....

અનેક ગામ પાણીમાં ગરકાવ

5/11
image

રાજકોટમાં ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ..... મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ....ભારે વરસાદને પગલે ગામમાં ભરાયા પાણી.... લાઠ ગામમાં જવાનો કોઝવે પાણીમાં ગરકાવ....

માળીયા હાટીનામાં પાણી ભરાયા

6/11
image

જૂનાગઢના માળીયા હાટીનામાં ધોધમાર વરસાદ.... મહારાણા પ્રતાપ ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા પાણી... કેશોદ રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યાં.... રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી.... 

જુનાગઢમાં વરસાદ રોકાતો જ નથી

7/11
image

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો... ઝાંઝરડા ચોકડી, મધુરમ, કાળવા ચોક સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ.... ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી....

માલણ નદીમાં પૂર આવ્યું

8/11
image

ગીરસોમનાથના ગીરગઢડામાં ધોધમાર વરસાદ થતાં માલણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ...માલણમાં ઘોડાપૂર આવતા નગડિયા ગામ સંપર્ક વિહોણું...નગડીયાનો લોલેવલ કોઝવે પાણીમાં થયો ગરકાવ...

રૂપેમ નદીમાં પૂર આવ્યું

9/11
image

ભારે વરસાદથી ગીર સોમનાથની રૂપેણ નદી બેકાંઠે વહેતી થઈ.... રૂપેણ નદીમાં ઘોડાપૂર આવતા વાહનવ્યવહાર ખોરવાયો.... અંકોલાલી ગામના કોઝવે પર ફરી વળ્યાં પુરના પાણી....

10/11
image

ગીર સોમનાથમાં વરસાદી માહોલ યથાવત.... ગીર ગઢડામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો.... કોડિનારમાં 1 ઈંચ વરસાદ પડ્યો... આ સાથે સુત્રાપાડા, તાલાલા અને ઉનામાં પણ હળવા વરસાદી ઝાપટાં પડ્યા

11/11
image