ઓઢવમાં અસામાજિક તત્વોનો ખુલ્લેઆમ આતંક; 8 વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ફેલાવી દહેશત, વીડિયો વાયરલ
ઓઢવમાં આવેલા અર્બુદાનગરમાં અસામાજિક તત્વોના આંતકથી રહીશોમાં દહેશત ફેલાઈ છે. CCTV ફુટેજમાં અસામાજિક તત્વોનો આતંક કેદ થયો છે. 3 જેટલા બાઈક પર આવેલા અસામાજિક તત્વોએ લાકડીઓ અને ખુલ્લી તલવારથી તોડફોડ કરી છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના ઓઢવમાં અર્બુદાનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, જેમાં 8 જેટલા વાહનોમાં તોડફોડ કરીને દહેશત ફેલાવવામાં આવી છે. ઓઢવ પોલીસે બાઈક પર આવેલા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી CCTV ફુટેજના આધારે શોધખોળ શરૂ કરી છે. ત્યારે શું હતી સમગ્ર ઘટના?
અ'વાદમાં આગામી ત્રણ કલાકમાં તૂટી પડશે ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે મોટો ખતરો
ઓઢવમાં આવેલા અર્બુદાનગરમાં અસામાજિક તત્વોના આંતકથી રહીશોમાં દહેશત ફેલાઈ છે. CCTV ફુટેજમાં અસામાજિક તત્વોનો આતંક કેદ થયો છે. 3 જેટલા બાઈક પર આવેલા અસામાજિક તત્વોએ લાકડીઓ અને ખુલ્લી તલવારથી તોડફોડ કરી છે. સોસાયટીમાં પાર્ક કરેલી 8 જેટલી કાર અને એક લોડિંગ રિક્ષાના કાચ તોડી નાખ્યા છે. અચાનક તોડફોડના અવાજથી સ્થાનિક રહીશો ગભરાઈ ગયા અને બહાર નીકળ્યા તો વાહનોમાં તોડફોડ કરીને લુખ્ખા તત્વો ફરાર થઇ ગયા હતા.
ગુજરાતની આ બે શાળાઓમાં ઈદની ઉજવણીનો વિવાદ: કુમળાં બાળકો પાસે નમાજ અદા કરાવડાવી
ઓઢવ પોલીસે તોડફોડ અને આતંકને લઈને અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મોડી રાત્રે બાઈક પર આવેલા અસામાજિક તત્વોને પકડવા જુદી જુદી ટીમો બનાવી છે. આરોપીઓ CCTVમાં કેદ થયા છે. જેથી જુદા જુદા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા લુખ્ખા તત્વોના CCTV ફુટેજના આધારે બાઈકના પાસિંગ નંબર તપાસીને શોધખોળ શરૂ કરી છે.
નિકોલમાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો; આરોપી પાસેથી કારણ જાણી પોલીસ ચોંકી
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. લૂંટ, હત્યા અને ચોરીની ઘટનાઓ સાથે અસામાજિક તત્વોનોની દહેશત વધી છે. સામાન્ય વ્યક્તિ હવે સુરક્ષાને લઈને સવાલ કરે છે. ત્યારે હવે ગુનેગારો પર નિયંત્રણ આવશે કે નહીં મોટો પ્રશ્ન છે. હાલમાં ઓઢવના અર્બુદાનગરને બાનમાં લેનારા આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કેન્દ્રીય કર્મચારીઓની મોજ, આજે સાંજે થશે મોટી જાહેરાત, પગારમાં થશે વધારો