ગુજરાતની આ બે શાળાઓમાં ઈદની ઉજવણીનો વિવાદ: કુમળાં બાળકો પાસે નમાજ અદા કરાવડાવી

કચ્છના મુન્દ્રાની શાળામાં હિન્દુ બાળકો પાસે નમાજ અદા કરાવવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ હિન્દુ સંગઠનો અને વાલી મંડળ દ્વારા નારજગી વ્યકત કરવામાં આવી છે.

ગુજરાતની આ બે શાળાઓમાં ઈદની ઉજવણીનો વિવાદ: કુમળાં બાળકો પાસે નમાજ અદા કરાવડાવી

હિમાશું ભટ્ટ/મોરબી: ગુજરાતનાં કચ્છમાં મુન્દ્રા અને મહેસાણામાં એક ખાનગી શાળામાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી જેને લઈને વિવાદ સામે આવ્યો છે જેથી કરીને આ બાબતે મોરબી જીલ્લામાં આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પનસેરિયાએ જણાવ્યુ હતું કે, મુન્દ્રાની શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી નાખવામાં આવેલ છે અને તપાસ સમિતિ બનાવી છે તેના રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

કચ્છના મુન્દ્રાની શાળામાં હિન્દુ બાળકો પાસે નમાજ અદા કરાવવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ હિન્દુ સંગઠનો અને વાલી મંડળ દ્વારા નારજગી વ્યકત કરવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ મુન્દ્રાની શાળામાં બાળકોએ નમાજ અદા કર્યાનો વીડિયો વાઈરલ કચ્છ જિલ્લાના મુન્દ્રાના ભોરારા સીમ વિસ્તારમાં આવેલી પર્લ્સ સ્કૂલના આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે, તો મહેસાણાની શાળામાં પણ ઉજવણીને લઈ હોબાળો થયો હતો. 

જે બાબતને લઈને મોરબીમાં આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાને પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, મુન્દ્રાની શાળામાં હિન્દુ બાળકો પાસે નમાજ અદા કરાવવાની ઘટનામાં ત્યાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હાલમાં એજન્સી તપાસ કરી રહી છે તેના રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news